Pramāṇa · Search · About · API

Viyahapannatti 106

Viyāhapannatti: ṭīkānusārī vivecana 106

Language
Gujarati

106

વિવેચન :–૬૯
જે પરિમાણથી. કોઈ જાતના અવકાશથી કે રૂપ અંતરાલ થકી, જેટલા અવકાશાંતરે સૂર્ય રહેલો છે. ઉદય પામતો નજરે શીઘ્ર આવે છે. અહીં સ્પર્શ શબ્દનો અર્થ ‘અડકવા જેવું’ કરવો. કેમ કે આંખ અપ્રાપ્તકારી છે. - X - તે સૂર્ય સર્વાભ્યંતર મંડલમાં સાધિક ૪૭,૨૬૩ યોજન વર્તતો ઉદયમાં દેખાય છે. અસ્ત સમયે પણ એમ જ છે. એ રીતે પ્રતિમંડલે જોવામાં વિશેષ છે. જે ગ્રંથાંતરથી જાણવું. સર્વે દિશામાં અને સર્વે વિદિશામાં, અથવા આ એકાર્થક છે. થોડું પ્રકાશે છે, જેમકે - સ્થૂલતર વસ્તુ જ દેખાય છે. ખૂબ પ્રકાશે છે, જેમકે સ્થૂલ વસ્તુ જ દેખાય છે. ઠંડકને દૂર કરે છે અથવા સૂક્ષ્મ કીડી આદિ દેખાય છે. ખૂબ તપે છે. ઠંડકને ઘણી દૂર કરે છે કે સૂક્ષ્મતર વસ્તુ દેખાય છે.
હવે ક્ષેત્રને આશ્રીને કહે છે – જે ક્ષેત્રને અવભાસે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે, પ્રભાસે છે તેને સ્પર્શીને અવભાસે છે કે સ્પર્શ્યા વિના. યાવત્‌ શબ્દથી - સ્પૃષ્ટને અવભાસે છે અસ્પૃષ્ટને નહીં. - X - અવગાઢને અવભાસે છે, અનવગાઢને નહીં, અનંતર અવગાઢને અવભાસે છે, પરંપરાવગાઢને નહીં - X - અણુને અને બાદરને પણ અવભાસે છે - X - ઉર્ધ્વ, અધો, તિર્છાને પણ અવભાસે છે - X - આદિ-મધ્ય-અંતને અવભાસે છે - X - સવિષયને અવભાસે છે - X - આનુપૂર્વીને અવભાસે છે - X - નિયમા છ એ દિશાને અવભાસે છે. આ બધાંની વ્યાખ્યા ઉદ્દેશા-૧-ના નારકના આહાર સૂત્રવત્‌ કહેવી. તે જેમ અવભાસે છે, તે સૂત્ર પ્રપંચ કહ્યો. તે જ ઉદ્યોતીત આદિ ત્રણ પદથી કહેવું, તે દર્શાવવા એ રીતે ઉદ્યોતિતાદિ કહ્યું.
સ્પર્શાયેલ ક્ષેત્રને પ્રભાસે છે એમ કહ્યું. માટે હવે સ્પર્શનાને જ દર્શાવતા કહે છે. બધી દિશાઓમાં, સર્વ આત્મ વડે અથવા જે ક્ષેત્ર ખૂબ તાપથી વ્યાપ્ત છે તે અથવા વિષયભૂત બધું ક્ષેત્ર, પણ જેટલું ક્ષેત્ર છે તે બધાયનો સૂચક નથી. સર્વાપ - જે ક્ષેત્ર ખૂબ તાપથી વ્યાપ્ત હોય તે - X - અથવા સવ્યાપ - તાપથી વ્યાપ્ત ક્ષેત્ર. જ્યારે સ્પર્શ કરાય છે તે વખતે અથવા સ્પર્શ કરતા સૂર્યનો કાળ તે સ્પૃશત્કાલ. અહીં ‘આતપ વડે’ એ અર્થ અધ્યાહાર છે.તે સ્પૃશ્યમાન ક્ષેત્ર સ્પૃષ્ટ કહેવાય? એ પ્રશ્ન. સ્પૃશ્યમાન અને સ્પૃષ્ટનું એકત્વ પ્રથમસૂત્રવત્‌ જાણવું. સ્પર્શમાનને આશ્રીને જ કહે છે–

Linked texts (1)