Viyahapannatti 1056
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1056
- Language
- Gujarati
1056
‘ભગવતી’ સૂત્ર-૭૦૦ :– [૧૭/૨/૭૦૦]
ભગવન્! અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - એવું છે કે શ્રમણ પંડિત છે, શ્રાવક બાલપંડિત છે, જેણે એક પણ પ્રાણીનો દંડ છોડેલ નથી, તે એકાંતબાલ કહેવાય છે. હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન કઈ રીતે યથાર્થ છે? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે૦ યાવત્. તેઓ મિથ્યા કહે છે. ગૌતમ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપું છું. - શ્રમણો પંડિત છે, શ્રાવકો બાલપંડિત છે. જેણે એક પણ પ્રાણીના વધનો ત્યાગ કર્યો છે તેને એકાંત બાલ ન કહેવાય.
ભગવન્! જીવો બાલ છે?, પંડિત છે કે બાલ પંડિત છે? ગૌતમ! જીવો આ ત્રણે છે.
નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ! નૈરયિકો બાલ છે, પંડિત કે બાલ પંડિત નથી. આ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. - પંચેન્દ્રિય તિર્યંચ૦ પ્રશ્ન? ગૌતમ! તેઓ પંડિત નથી, બાળ કે બાળપંડિત છે. મનુષ્યને જીવ માફક કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવત્ કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit