Viyahapannatti 1061
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1061
- Language
- Gujarati
1061
‘ભગવતી’ સૂત્ર-૭૦૩ :– [૧૭/૩/૭૦૩]
ભગવન્! શૈલેશી પ્રતિપન્ન અણગાર સદા. નિરંતર કાંપે છે, વિશેષ કાંપે છે. યાવત્ તે-તે ભાવોમાં પરિણમે છે? ના, તે અર્થ સમર્થ નથી. સિવાય કે પરપ્રયોગથી (એમ થાય.)
ભગવન્! એજના કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે– દ્રવ્યૈજના, ક્ષેત્રૈજના, કાલૈજના, ભવૈજના,ભાવૈજના.
ભગવન્! દ્રવ્ય એજના કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે. તે આ – નૈરયિક - તિર્યંચ - મનુષ્ય - દેવ દ્રવ્ય એજના. ભગવન્! એમ કેમ કહ્યું કે નૈરયિક દ્રવ્યએજના (૨) છે? ગૌતમ! નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તેલ છે - વર્તે છે - વર્તશે. તેથી નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા નૈરયિક દ્રવ્ય એજનામાં કંપ્યા છે - કંપે છે - કંપશે. તેથી યાવત્ દ્રવ્યેજના કહી છે. ભગવન્! એમ કેમ કહો છો તિર્યંચયોનિક દ્રવ્ય એજના (૨) છે? પૂર્વવત્. વિશેષ એ કે - તિર્યંચયોનિક દ્રવ્યેજના કહેવું. બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ દેવ દ્રવ્યેજના.
ભગવન્ ! ક્ષેત્ર એજના કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે – નૈરયિક યાવત્ દેવ ક્ષેત્ર એજના. ભગવન્! એમ કેમ કહો છો - નૈરયિક ક્ષેત્રવેદના (૨) છે? પૂર્વવત્. વિશેષ આ - નૈરયિક ક્ષેત્ર વેદના કહેવું. એ પ્રમાણે યાવત્ દેવક્ષેત્રવેદના. - - એ પ્રમાણે કાળ, ભવ અને ભાવથી પણ દેવ ભાવ એજના પર્યન્ત કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit