Pramāṇa · Search · About · API

Viyahapannatti 1062

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1062

Language
Gujarati

1062

વિવેચન :–૭૦૩
નો ઈણટ્ઠે સમટ્ઠે - એમ આ નિષેધ છે. તે બીજો એકાદ પરપ્રયોગ વડે થાય. એજનાદિ કારણ મધ્યે પરપ્રયોગથી એક શૈલેશી એજના થાય, પણ બીજા કારણે નહીં. એજનાદિ અધિકારથી જ કહે છે – દ્રવ્યાણાં - નારકાદિ જીવ સંપૃક્ત પુદ્ગલ દ્રવ્યોના નારકાદિ જીવ દ્રવ્યોની એજના-ચલના, તે દ્રવ્યૈજના.
ક્ષેત્ર-નારકાદિ ક્ષેત્રમાં વર્તતાની એજના, તે ક્ષેત્રૈજણા. - કાળનારકાદિ કાળમાં વર્તતાની એજના, તે કાલૈજના. - ભવ-નારકાદિ ભવમાં વર્તનારની એજના તે ભવૈજના. - ભાવ - ઔદયિકાદિરૂપે વર્તતા નારકાદિની તદ્ગત પુદ્ગલ દ્રવ્યોની એજના, તે ભાવૈજના.
નૈરયિક લક્ષણ, જે જીવદ્રવ્ય, દ્રવ્ય-પર્યાયથી કથંચિત્‌ ભેદથી નારકત્વ. તેમા વર્તતા, નૈરયિક જીવ સંપૃક્ત પુદ્ગલ દ્રવ્યોની કે નૈરયિક દ્રવ્યોની એજના, તે નૈરયિકદ્રવ્યૈજના, તેમાં અનુભવવાળો - વિશેષ કહે છે –

Linked texts (1)