Viyahapannatti 1079
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1079
- Language
- Gujarati
1079
સમોહએ - સમવહત - મારણાંતિક સમુદ્ઘાત કરવો. ઉવવજ્જિત્ત - ઉત્પાદ ક્ષેત્રે જઈને, સંપાઉણેજ્જ - પુદ્ગલ ગ્રહણ કરે. - X - મારણાંતિક સમુદ્ઘાતથી નિવર્તીને, જો પૂર્વ શરીરનો સર્વથાત્યાગ કરી દડાની ગતિથી ઉત્પતિદેશે જાય તો પુદ્ગલો પછી ગ્રહ અર્થાત્ પછી આહાર કરે-જાય - X - જો મારણાંતિક સમુદ્ઘાત કરતા મરે, તો ઈલિકાગતિથી ઉત્પાદ સ્થાને જાય, ત્યારે પહેલા પુદ્ગલ લે પછી ઉત્પન્ન થાય. પૂર્વ શરીરમાં રહીને જીવ પ્રદેશ સંહરીને સમસ્ત જીવ પ્રદેશથી ઉત્પત્તિ ક્ષેત્રમાં થાય. - X - જો મારણાંતિક સમુદ્ઘાત કરતો મરે તો - X - જીવદેશના પૂર્વ દેહમાં રહીને દેશથી ઉત્પત્તિ દેશ પ્રાપ્ત કરીને દેશથી સમુદ્ઘાત કરે. જો સમુદ્ઘાતથી નિવૃત્ત થઈને મરે તો સર્વ પ્રદેશ સંહરી ઉત્પત્તિ દેશને પામીને સર્વથી સમવહત કહેવાય. ઈત્યાદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit