Viyahapannatti 109
Viyāhapannatti: ṭīkānusārī vivecana 109
- Language
- Gujarati
109
‘ભગવતી’ સૂત્ર-૭૧ :– [૧/૬/૭૧]
ભગવન્! જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે? હા, કરાય છે ભગવન્! તે ક્રિયા સ્પૃષ્ટ કરાય છે કે અસ્પૃષ્ટ? - યાવત્ વ્યાઘાત રહિત છ દિશામાં અને વ્યાઘાત આશ્રિને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાને સ્પર્શે છે.
ભગવન્! જે ક્રિયા કરાય છે તે કૃત કરાય કે અકૃત? ગૌતમ! કૃત કરાય, અકૃત ન કરાય.
ભગવન્! તે ક્રિયા આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે? ગૌતમ! આત્મકૃત છે, પરકૃત કે ઉભયકૃત નથી. - - તે ક્રિયા આનુપૂર્વીકૃત છે કે અનાનુપૂર્વી કૃત? ગૌતમ! આનુપૂર્વીકૃત છે, અનાનુપૂર્વીકૃત નથી. જે ક્રિયા કૃત છે - કરાય છે - કરાશે તે આનુપૂર્વી કૃત છે, પણ અનાનુપૂર્વી કૃત નથી.
ભગવન્! નૈરયિકો પ્રાણાતિપાત ક્રિયા કરે? હા, કરે. જે ક્રિયા કરાય તે શું સ્પૃષ્ટ છે કે અસ્પૃષ્ટ? - યાવત્ - નિયમા છ એ દિશામાં કરાય છે - ભગવન્! જે ક્રિયા કરાય છે તે કૃત છે કે અકૃત છે? ગૌતમ! પૂર્વવત્ જાણવું યાવત્ અનાનુપૂર્વી કૃત્ નથી.
નૈરયિકો માફક એકેન્દ્રિય સિવાયના વૈમાનિક સુધીના જીવો કહેવા અને એકેન્દ્રિયો જીવોની માફક કહેવા.
પ્રાણાતિપાત માફક મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ યાવત્ મિથ્યાદર્શનશલ્ય. આ અઢારે સ્થાન વિશે ૨૪-દંડક કહેવા. - ભગવન્! તે એમ જ છે, એમ જ છે, કહી ગૌતમ શ્રમણ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit