Pramāṇa · Search · About · API

Viyahapannatti 108

Viyāhapannatti: ṭīkānusārī vivecana 108

Language
Gujarati

108

વિવેચન :–૭૦
લોકાંત એટલે ચારે બાજુથી લોકનો અંત, અલોકાંત એટલે લોકાંત પછીનો ભાગ. અહીં પણ સ્પર્શાદિ સૂત્ર પ્રપંચ કહેવો. તેથી જ કહ્યું છે – નિયમા છ દિશિ. એની ભાવના આ રીતે – સ્પર્શેલ અલોકાંતને લોકાંતને સ્પર્શે છે. દૂર રહેલો પદાર્થ પણ વ્યવહારથી સ્પૃષ્ટ કહેવાય જેમ ચક્ષુઃસ્પર્શ કહેવાય છે. અવગાઢ - નજીક. અવગાઢપણું માત્ર નિકટતા રૂપ જ હોય, માટે કહે છે – અનંતરાવગાઢ એટલે આંતરારહિત સંબદ્ધ, પણ પરંપરાવગાઢ નહીં, જેમ સાંકળની કડી જોડાયેલ હોય. તે અણુને સ્પર્શે છે. કેમ કે વિવક્ષાથી ક્યાંક અલોકાંત પણ પ્રદેશ માત્રથી સૂક્ષ્મ છે બાદરને પણ સ્પર્શે છે, કેમ કે ક્યાંક અલોકાંત બાદરરૂપ છે. તેને ઉપર, નીચે, તીર્છુ સ્પર્શે છે. કેમ કે ઉર્ધ્વાદિમાં લોકાંત અને અલોકાંત છે. આદિ-મધ્યે-અંતે પણ સ્પર્શે છે. - X - તે પ્રમાણેની કલ્પનાથી. તેને પોતાના વિષયમાં સ્પર્શે છે. પણ અવિષયમાં નહીં.
તે આનુપૂર્વીથી સ્પર્શે છે, અહીં પ્રથમ સ્થાને લોકાંત પછી બીજા સ્થાને અલોકાંત, એ રીતે અવસ્થાનપણે સ્પર્શે છે અન્યથા સ્પર્શના જ ન થાય. તેને છ એ દિશામાં સ્પર્શે છે. લોકાંતને પડખે ચારે બાજુએ અલોકાંત છે. આ સ્થાને ખૂણાઓની સ્પર્શના નથી. કેમ કે વિદિશાઓ લોકના પરિહારપૂર્વક રહે છે.
એ રીતે દ્વીપનો છેડો અને સાગરના છેડાના સૂત્રોમાં સ્પૃષ્ટાદિ પદોની ભાવના કરવી. તેમાં ઉપરના અને નીચેના દ્વીપસમુદ્રના પ્રદેશને આશ્રીને ઉર્ધ્વ-અધો બંને દિશાની સ્પર્શના જાણવી.
નદી આદિના પાણીનો છેડો અને નૌકાનો છેડો, અહીં પણ ઊંચાઈની અપેક્ષા એ કે જલ નિમજ્જનથી ઉર્ધ્વ દિશાની સ્પર્શના જાણવી.
છિદ્રનો છેડો વસ્ત્રના છેડાને સ્પર્શે છે. અહીં પણ છ દિશાની સ્પર્શના ભાવવી. તે વસ્ત્રની ઊંચાઈની અપેક્ષાએ અથવા કંબલરૂપ વસ્ત્રની પોટલીમાં વચ્ચે ઉત્પન્ન થયેલ જીવે ખાવાથી પડેલ મધ્ય છિદ્રની અપેક્ષાએ લોકાંત સૂત્રવત્‌ છ દિશાની સ્પર્શના છે.
છાયાના ભેદથી છ દિશાની ભાવના આ પ્રમાણે - આતપમાં આકાશમાં ઉડતા પક્ષી વગેરેની જે છાયા તેનો અંત તે આતપાંત ચારે દિશામાં સ્પર્શે છે, તથા તે છાયાની ઊંચાઈ જમીનથી તે દ્રવ્ય સુધીની હોય છે - X - ઈત્યાદિ - X - સ્પર્શનાધિકારથી ક્રિયા વિચાર –

Linked texts (1)