Viyahapannatti 110
Viyāhapannatti: ṭīkānusārī vivecana 110
- Language
- Gujarati
110
વિવેચન :–૭૧
આ પક્ષ છે - કરાય તે ક્રિયા અને ક્રિયા એટલે કર્મ, તે થાય છે. ઈત્યાદિ વ્યાખ્યા પૂર્વવત્. કૃત હોય તે થાય, કેમ કે અકૃત્ કર્મનો અભાવ છે. કર્મ આત્મકૃત હોય, પરકૃત નહીં. જ્યાં આગળ-પાછળનો વિભાગ ન હોય તે અનાનુપૂર્વી શબ્દથી વ્યવહરાય છે.
એકેન્દ્રિયોને વર્જીને નારકવત્ અસુરાદિ બધા કહેવા. એકેન્દ્રિયો જુદી રીતે કહેવા, કેમ કે તેઓને દિશાપદમાં નિર્વ્યાઘાતે છ એ દિશામાં અને વ્યાઘાતે ત્રણ-ચાર-પાંચ દિશામાં એ વિશેષ છે અને આ વિશેષ જીવપદમાં કહેલ છે, માટે જ કહે છે – જહાજીવા.
યાવત્ શબ્દથી માન, માયા, લોભાદિ જાણવા. ‘પ્રેમ’ એટલે જે આસક્તિમાં માયા અને લોભનો સ્વભાવ અપ્રગટ છે, તે ‘દ્વેષ’ એટલે અપ્રગટ ક્રોધ અને માનરૂપ જે માત્ર અપ્રીતિ. કલહ - કજીયો, અભ્યાખ્યાન - અછતાં દોષો જાહેર કરવા. પેસુન્ન - અછતાં દોષોને ગુપ્તપણે જાહેર કરવા. પરપરિવાદ - વિપ્રકીર્ણ બીજાના ગુણદોષ કહેવા. અરતિ - મોહનીયના ઉદયથી ચિત્તનો ઉદ્વેગરૂપ ફળ. મોહનીયના ઉદયથી વિષયોમાં ચિત્તની અભિરતિ તે ઈતિ. માયામૃષાવાદ - ત્રીજા કષાય અને બીજા આશ્રવનો સંયોગ. આના વડે બધાં સંયોગો ઉપલક્ષિત કર્યા છે અથવા વેશાંતર-ભાષાંતર કરીને જે બીજાને છેતરવા, અનેક પ્રકારના જીવોને પીડાનું કારણ હોવાથી તે મિથ્યાદર્શન શલ્ય છે.
એ રીતે કર્મ પ્રરૂપ્યું. તે પ્રવાહથી શાશ્વત છે, શાશ્વતા એવા લોકાદિ ભાવોને રોહક નામક મુનિ દ્વારથી પ્રરૂપવા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit