Viyahapannatti 1091
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1091
- Language
- Gujarati
1091
‘ભગવતી’ સૂત્ર-૭૨૯ :– [૧૮/૩/૭૨૯]
ત્યારે તે માકંદિકપુત્ર અણગાર ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને વંદે-નમે છે. પછી આમ પૂછ્યું –
ભગવન્! ભાવિતાત્મા અણગાર સર્વે કર્મોને વેદતા, સર્વે કર્મોને નિર્જરતા ચરમ મરણે મરતા, સર્વ મરણે મરતા, સર્વ શરીર ત્યાગ કરતાં, ચરમ કર્મ વેદતા, ચરમ કર્મ નિર્જરતા, ચરમ શરીર છોડતા, મારણાંતિક કર્મ વેદતા-નિર્જરતા-મરતા, મારણાંતિક શરીર છોડતા, જે ચરમ નિર્જરા પુદ્ગલો છે, શું તે સૂક્ષ્મ કહેલ છે? હે આયુષ્યમાન્ શ્રમણ! શું તે પુદ્ગલ સમગ્ર લોકનું અવગાહન કરીને રહેલ છે?
હા, માકંદિક પુત્ર! ભાવિતાત્મા અણગારના યાવત્ (ચરમ નિર્જરા પુદ્ગલો) લોકને અવગાહીને રહે છે.
ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય, તે નિર્જરાપુદ્ગલોના અન્યત્વ અને વિવિધત્વને કંઈ પણ જાણે-દેખે? જેમ પહેલા ઈન્દ્રિય ઉદ્દેશક (પદ)માં કહ્યું તેમ, યાવત્ વૈમાનિક યાવત્ જે તેમાં ઉપયોગયુક્ત છે, તે જાણે-દેખે અને આહારરૂપે ગ્રહે. (પણ ઉપયોગરહિત હોય તે) ન જાણે - ન દેખે. પણ તેને ગ્રહણ કરે. આ પ્રમાણે નિક્ષેપો કહેવો.
ભગવન્ ! શું નૈરયિકો નિર્જરાપુદ્ગલોને ન જાણે, ન દેખે પણ ગ્રહણ કરે. એ રીતે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ- યોનિક કહેવા.
ભગવન્! મનુષ્ય, નિર્જરા પુદ્ગલોને શું જાણે-દેખે-ગ્રહે કે ન જાણે-ન દેખે - ન ગ્રહે? ગૌતમ! કોઈક જાણે-દેખે-ગ્રહે. કોઈક ન જાણે - ન દેખે - ગ્રહે.
ભગવન્! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! મનુષ્યો બે ભેદે છે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે, તે ન જાણે - ન દેખે - ગ્રહે. જે સંજ્ઞીભૂત છે, તે બે ભેદે - ઉપયુક્ત અને અનુપયુક્ત, તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે - ન દેખે - ગ્રહે. તેમાં જે ઉપયુક્ત છે, તે જાણે - દેખે - ગ્રહે. તેથી ગૌતમ! - X - પૂર્વવત્ કહ્યું.
વ્યંતર અને જ્યોતિષ્કને નૈરયિકવત્ જાણવા.
ભગવન્! વૈમાનિક, તે નિર્જરા પુદ્ગલોને શું જાણે? છ પ્રશ્ન. ગૌતમ! મનુષ્યવત્ જાણવું. વિશેષ એ કે – વૈમાનિકો બે ભેદે છે - માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક, અમાયી-સમ્યગ્દૃષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ૦ છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. જે અમાયી સમ્યગ્દૃષ્ટિ છે, તે બે ભેદે - અનંતરોપપન્નક, પરંપરોપપન્નક. તેમાં જે અનંતરોપપન્નક છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. તેમાં જે પરંપરો-પપન્નક છે, તે બે ભેદે - પર્યાપ્તા, અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે ન જાણે - ન જુએ - ગ્રહે. જે પર્યાપ્તા છે તે બે ભેદે - ઉપયુક્ત, અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit