Pramāṇa · Search · About · API

Viyahapannatti 1092

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1092

Language
Gujarati

1092

વિવેચન :–૭૨૯
ભાવિતાત્મા - જ્ઞાનાદિ વડે વાસિત આત્મા. અહીં કેવલી લેવા. તેમના સર્વ કર્મ-ભવોપગ્રાહીરૂપે - X - છે. વેદયતઃ પ્રદેશ અને વિપાક અનુભવ વડે અનુભવતો. તેથી સર્વે કર્મ ભવોપગ્રાહી રૂપે જ આત્મપ્રદેશથી ખેરવતો. તથા સર્વાયુ પુદ્ગલાપેક્ષા અંતિમ મરણે મરતો, સમસ્ત ઔદારિકાદિ શરીરને છોડતો. આ જ કહે છે –
ચરમ કર્મ્મ - આયુષ્યના ચરમ સમયે વેદેલ, વેદતો અને નિર્જરતો. ચરમાયુ પુદ્ગલાપેક્ષાએ મરણ કરતો, ચરમાવસ્થાના શરીરને છોડતો. આ જ વાત પ્રગટ કહે છે – સર્વાયુ લક્ષણ મરણની સમીપે, આયુના ચરમ સમયે થાય તે મારણાંતિક, ભવોપગ્રાહીરૂપે વેદતો, નિર્જરતો. તથા મારણાંતિકાયુ દલિક અપેક્ષાએ મરણ કરતો, શરીર છોડતો, જે સર્વાન્તિમ નિર્જીર્ણકર્મદલિક સૂક્ષ્મ તે પુદ્ગલોને ભગવંત વડે પ્રજ્ઞાપેલ છે.-X- X-તેનો ઉત્તર આપે છે.
હા, માકંદિકપુત્ર૦ ઈત્યાદિ. તેને કેવલી જ જાણે. - X - છદ્મસ્થ અહીં નિરતિશય લેવા. આણત્તં - અન્યત્વ, બંને અણગાર સંબંધી જે પુદ્ગલો તેનો ભેદ. પાણત્તં - વર્ણાદિ કૃત્‌ નાનાત્વ ‘ઈન્દ્રિય પદ’ તે પ્રજ્ઞાપનાનું ૧૫-મું પદ, તેનો ઉદ્દેશો-૧- તેમાંથી બાકીનું કહેવું. આ અર્થાતિદેશ છે. તેથી જ્યાં અહીં ‘ગોયમ’ કહ્યું ત્યાં ‘માકંદિક પુત્ર’ એમ વાચવું કેમકે પ્રશ્ન તેણે પૂછેલ છે. તે આ છે – ન્યૂન કે તુચ્છ, ગુરુ કે લઘુ જાણે-જુએ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમ? - X - ગૌતમ! દેવોમાં પણ કેટલાંક તે નિર્જરા પુદ્ગલોને - X - જાણે કે જુએ નહીં તેથી હે ગૌતમ! એમ કહ્યું કે છદ્મસ્થ મનુષ્ય તે પુદ્ગલો ન જાણે - ન જુએ. હે આયુષ્યમાન્‌ શ્રમણો! તે પુદ્ગલો સૂક્ષ્મ છે.
અહીં અવમ - ન્યૂન, તુચ્છ - નિઃસાર, સૂત્રમાં ‘દેવોમાં પણ કેટલાંક’ એમ કહ્યું – કેમકે પ્રાયઃ દેવ, મનુષ્યથી પ્રાયઃ પટુપ્રજ્ઞ હોય. દેવોમાં પણ કોઈ વિશિષ્ટ અવધિજ્ઞાન વિકલ હોય. તેઓ જો નિર્જરા પુદ્ગલમાં કંઈ અન્યત્વાદિ ન જાણે, તો મનુષ્ય શું જાણવાના? પણ વિશિષ્ટ અવધિજ્ઞાનયુક્ત દેવ, જાણે તેમ સમજવું.
યાવત્‌ વૈમાનિક વડે ઈન્દ્રિયપદનો ઉદ્દેશો-૧-કહ્યો. તેના દ્વારા - X - ૨૪-દંડક સૂચવ્યા. ક્યાં સુધી? ‘જે ઉપયુક્ત હોય’ ત્યાં સુધી. આ દંડક છે - ભગવન્‌! નૈરયિકો શું નિર્જરા પુદ્ગલને જાણે-જુએ, ગ્રહણ કરે? કે નહીં? બાકી તો લખેલ જ છે. વિશેષ એ કે – જ્યાં આહારયંતિ - કહ્યું છે, ત્યાં બધે ઓજાહાર જ લેવો. તે શરીર વિશેષથી ગ્રાહ્ય છે, આહારકત્વનો સર્વત્ર-અભાવ છે. લોમાહાર અને પ્રક્ષેપાહારનો ત્વચા અને મુખના ભાવે જ ભાવ છે. - X - X -
મનુષ્ય સૂત્રમાં સંજ્ઞીભૂત વિશિષ્ટ અવધિજ્ઞાની આદિ જ ગ્રહણ કરે કે જે નિર્જરા પુદ્ગલો તેમના જ્ઞાનવિષયક હોય. વૈમાનિક સૂત્રમાં વૈમાનિક અમાયી સમ્યગ્‌દૃષ્ટિ ઉપયુક્તમાં જે વિશિષ્ટ અવધિવાળા જ જાણે. માયીમિથ્યાદૃષ્ટિ ન જાણે.
નિર્જરા પુદ્ગલ કહ્યા, તે ‘બંધ’ હોય તો થાય. માટે ‘બંધ’ કહે છે –

Linked texts (1)