Pramāṇa · Search · About · API

Viyahapannatti 1093

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1093

Language
Gujarati

1093

‘ભગવતી’ સૂત્ર-૭૩૦ :– [૧૮/૩/૭૩૦]
ભગવન્‌! બંધ કેટલા ભેદે છે? હે માકંદિક પુત્ર ! બે ભેદે – દ્રવ્યબંધ, ભાવબંધ.
ભગવન્‌! દ્રવ્યબંધ કેટલા ભેદે છે? માકંદિક પુત્ર! બે ભેદે - પ્રયોગબંધ, વીસ્રસાબંધ.
ભગવન્‌! વીસ્રસાબંધ કેટલા ભેદે છે? માકંદિકપુત્ર! બે ભેદે - સાદી વીસ્રસાબંધ, અનાદી વીસ્રસાબંધ –
ભગવન્‌! પ્રયોગબંધ કેટલા ભેદે છે? બે - શિથિલ બંધનબંધ, ઘન બંધનબંધ.
ભાવબંધ, ભગવન્‌! કેટલા ભેદે છે? માકંદિક પુત્ર! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ.
ભગવન્‌! નૈરયિકને કેટલા ભેદે ભાવબંધ છે? માકંદિક પુત્ર! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્‌ ! જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે? માકંદિકપુત્ર! બે ભેદે- મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ.
ભગવન્‌! નૈરયિકને જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે? માકંદિક પુત્ર! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જ્ઞાનાવરણીયના દંડક માફક અંતરાયના કર્મના ભેદ કહેવા.

Linked texts (1)