Pramāṇa · Search · About · API

Viyahapannatti 1112

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1112

Language
Gujarati

1112

‘ભગવતી’ સૂત્ર-૭૪૧ :– [૧૮/૬/૭૪૧]
ભગવન્‌! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણ યાવત્‌ સ્પર્શવાળા છે?
ગૌતમ! એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ.
ભગવન્‌! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે? ગૌતમ! કદાચ એક વર્ણ-કદાચ બે વર્ણ. કદાચ એક ગંધ-કદાચ બે, કદાચ એક રસ- કદાચ બે, કદાચ બે સ્પર્શ-કદાચ ત્રણ - કદાચ ચાર સ્પર્શ. એ રીતે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવું. વિશેષ એ કે - કદાચ એક વર્ણ - બે વર્ણ કે ત્રણ વર્ણ, એ પ્રમાણે રસાદિમાં પણ જાણવું. બાકી બધું દ્વિપ્રદેશિક સ્કંધ મુજબ જાણવું. એ પ્રમાણે ચતુ પ્રદેશિક સ્કંધ છે. વિશેષ એ કે - કદાચ એક વર્ણ યાવત્‌ ચાર વર્ણ, બાકી પૂર્વવત્‌ એ પ્રમાણે પંચપ્રદેશિક સ્કંધ જાણો વિશેષ એ કે - કદાચ એકવર્ણ યાવત્‌ પાંચ વર્ણ, એ પ્રમાણે રસાદિમાં પણ જાણવું. ગંધ-સ્પર્શ તે મુજબ જ. પંચપ્રદેશિક કહ્યો એ રીતે યાવત્‌ અસંખ્યપ્રદેશિક સ્કંધ કહેવો.
ભગવન્‌! સૂક્ષ્મ પરિણત અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? પૂર્વવત્‌ બધું કહેવું.
ભગવન્‌! બાદર પરિણત અનંત પ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? ગૌતમ! કદાચ એક વર્ણ યાવત્‌ પંચવર્ણ, કદાચ એક કે બે ગંધ, કદાચ એક યાવત્‌ પાંચ રસ, કદાચ ચાર સ્પર્શ યાવત્‌ આઠ સ્પર્શવાળો છે.

Linked texts (1)