Pramāṇa · Search · About · API

Viyahapannatti 1113

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1113

Language
Gujarati

1113

વિવેચન :–૭૪૧
અહીં વર્ણ-ગંધ-રસમાં ક્રમશઃ પાંચ-બે-પાંચ ભેદો છે. બે સ્પર્શ – સ્નિગ્ધ-રૂક્ષ, શીત-ઉષ્ણ, એમ પરસ્પર અવિરુદ્ધ સ્પર્શયુક્ત. અહીં ચાર વિકલ્પ થશે. શીત-સ્નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ.
દ્વિપ્રદેશિક - બંને પ્રદેશના એક વર્ણથી એક વર્ણી, અહીં પાંચ વિકલ્પો છે. પ્રત્યેક પ્રદેશ વર્ણાન્તરના ભાવથી બે વર્ણ હોય. અહીં દશ ભેદો થશે. એ પ્રમાણે ગંધાદિમાં જાણવું. બે સ્પર્શ - બે પ્રદેશના શીત-સ્નિગ્ધત્વ આદિ ભાવથી, અહીં ચાર વિકલ્પો થાય. કદાચ ત્રણ સ્પર્શ-અહીં ચાર વિકલ્પ, તેમાં બંને પ્રદેશના શીત ભાવથી, એકનો સ્નિગ્ધ ભાવ - બીજાનો રૂક્ષ ભાવ, ઈત્યાદિ. - X - X - આ જ ન્યાયે બે પ્રદેશના રૂક્ષ ભાવથી ચાર વિકલ્પો. અહીં દેશથી શીત, દેશથી ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ વચનથી. - X -
સૂક્ષ્મ પરિણામ૦ આદિ અનંતપ્રદેશિક બાદર પરિણામી સ્કંધ પણ હોય, બે અણુ આદિ તો સૂક્ષ્મ પરિણામ જ છે, તેથી અનંતપ્રદેશી સ્કંધ સૂક્ષ્મ પરિણામત્વથી વિશેષિત કર્યો. તેમાં આદ્ય ચાર સ્પર્શો સૂક્ષ્મ, બાદર અને અનંતપ્રદેશિક સ્કંધમાં હોય છે. - મૃદુ, કઠિન, ગુરુ અને લઘુ.

Linked texts (1)