Viyahapannatti 1117
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1117
- Language
- Gujarati
1117
‘ભગવતી’ સૂત્ર-૭૪૩ :– [૧૮/૭/૭૪૩]
ભગવન્! ઉપધિ કેટલા ભેદે છે?
ગૌતમ! ત્રણ ભેદે - કર્મોપધિ, શરીરોપધિ, બાહ્ય ભાંડ માત્રોપકરણ ઉપધિ.
ભગવન્! નૈરયિકો વિશે પ્રશ્ન –
ગૌતમ! બે ભેદે ઉપધિ છે – કર્મોપધિ, શરીરોપધિ, એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યન્ત બાકી બધાંને ત્રણ પ્રકારે ઉપધિ છે.
એકેન્દ્રિયોને બે ભેદે ઉપધિ છે તે આ - કર્મોપધિ અને શરીરોપધિ.
ભગવન્! ઉપધિ કેટલા ભેદે છે?
ત્રણ ભેદે-સચિત્ત,અચિત્ત,મિશ્ર.એ પ્રમાણે નૈરયિકની પણ છે,એ રીતે વૈમાનિક સુધી બધું કહેવું.
ભગવન્! પરિગ્રહ કેટલા ભેદે છે?
ગૌતમ! ત્રણ ભેદે. - કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડ માત્રોપકરણ પરિગ્રહ.
ભગવન્! નૈરયિકોને? ઉપધિની માફક પરિગ્રહના પણ બે દંડકો કહેવા.
ભગવન્! પ્રણિધાન કેટલાં ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે - મનપ્રણિધાન, વચનપ્રણિધાન, કાયપ્રણિધાન.
ભગવન્! નૈરયિકોને કેટલા ભેદે પ્રણિધાન છે? પૂર્વવત્ યાવત્ સ્તનિતકુમાર.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ! એક જ કાય પ્રણિધાન. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી છે.
બેઈન્દ્રિયોની પૃચ્છા. ગૌતમ! બે પ્રણિધાન-વચન પ્રણિધાન, કાયપ્રણિધાન.
એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. બાકીના વૈમાનિક સુધીનાને ત્રણ પ્રણિધાન છે.
ભગવન્! દુષ્પ્રણિધાન કેટલા ભેદે છે?
ગૌતમ! ત્રણ ભેદે - મનઃદુષ્પ્રણિધાનાદિ, પ્રણિધાનમાં કહ્યા મુજબ દંડક અહીં પણ કહેવા.
ભગવન્! સુપ્રણિધાન કેટલા ભેદે છે?
ગૌતમ! ત્રણ ભેદે છે - મનઃસુપ્રણિધાન, વચનસુપ્રણિધાન, કાયસુપ્રણિધાન.
ભગવન્! મનુષ્યને કેટલાં સુપ્રણિધાન છે? પૂર્વવત્. વૈમાનિક સુધી આમ કહેવું.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે ત્યારપછી શ્રમણ ભગવન્ મહાવીર યાવત્ બાહ્ય જનપદમાં વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit