Pramāṇa · Search · About · API

Viyahapannatti 1118

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1118

Language
Gujarati

1118

વિવેચન :–૭૪૩
ઉપધિ - જેનાથી આત્મા શુભાશુભગતિમાં સ્થિર કરાય તે. બાહિરભંડમત્ત૦ બાહ્ય-કર્મ, શરીર સિવાયના. જે ભાંડ-માત્ર-ઉપકરણ તે રૂપ ઉપધિ, તે. તેમાં ભાંડ-માત્ર વાસણરૂપ છે. ઉપકરણ-વસ્ત્રાદિ એકેન્દ્રિયોને ભાંડ-માત્ર ન હોય. તેમના સિવાયના જીવાતે ત્રિવિધ ઉપધિ છે.
સચ્ચિત્ત - શરીરાદિ સચિત્ત દ્રવ્યો, એ પ્રમાણે નૈરયિકોને પણ એમ કહીને આમ સૂચવે છે – ભગવન્‌! નૈરયિકોને કેટલી ઉપધિ છે? ગૌતમ! ત્રણ ભેદે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. નારકોની સચિત્ત ઉપધિ, તે શરીર. અચિત્ત તે ઉત્પત્તિ સ્થાન, મિશ્ર-ઉચ્છ્‌વાસાદિ પુદ્ગલ યુક્ત શરીર જ, તેનાં સચેતન-અચેતનત્વથી મિશ્રરૂપે છે.
પરિગ્રહણ કરાય તે પરિગ્રહ. ઉપધિ અને પરિગ્રહમાં શો ભેદ? જે ઉપકારક છે તે ઉપધિ, મમત્ત્વબુદ્ધિથી ગ્રહણ કરાય તે પરિગ્રહ.
પણિહાણ-મન વગેરેનું પ્રકર્ષથી નિશ્ચિત વિષયમાં આલંબન. કેવલી ભાષિત અર્થમાં વિપ્રતિપદ્યમાન અહંવાદીનો નિરાસ કરતું ચરિત્ર –

Linked texts (1)