Pramāṇa · Search · About · API

Viyahapannatti 1122

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1122

Language
Gujarati

1122

‘ભગવતી’ સૂત્ર-૭૪૯ :– [૧૮/૮/૭૪૯]
રાજગૃહે યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌! સંમુખ અને બંને તરફ યુગમાત્ર ભૂમિને જોતાં ઈર્યાપૂર્વક ગમન કરતાં ભાવિતાત્મા અણગારના પગ નીચે મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું, કુલિંગછાય, આવીને મરે તો તે અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે?
ગૌતમ! યાવત્‌ તે ભાવિતાત્મા અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે, બીજી નહીં.
ભગવન્‌! એમ કેમ કહ્યું? જેમ શતક-૭-માં સંવૃત્ત ઉદ્દેશામાં યાવત્‌ અર્થના નિક્ષેપ સુધી કહેવું.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે. યાવત્‌ વિચરે છે.
પછી ભગવંત મહાવીર બાહ્ય જનપદમાં યાવત્‌ વિચરે છે.

Linked texts (1)