Pramāṇa · Search · About · API

Viyahapannatti 113

Viyāhapannatti: ṭīkānusārī vivecana 113

Language
Gujarati

113

‘ભગવતી’ સૂત્ર-૭૭ :– [૧/૬/૭૭]
ભગવન્‌! જીવો અને પુદ્ગલો પરસ્પર બદ્ધ - સ્પૃષ્ટ - અવગાઢ - સ્નેહ પ્રતિબદ્ધ - ઘટ્ટ થઈને રહે છે? હા, રહે છે. ભગવન્‌! એમ કેમ કહો છો? ગૌતમ! જેમ કોઈ એક દ્રહ છે, તે પાણીથી ભરેલો છે, છલોછલ ભરેલો, છલકાતો, પાણીથી વધતો, ભરેલા ઘડા માફક રહે છે. કોઈ પુરૂષ તે દ્રહમાં એક મોટી ૧૦૦ નાના અને ૧૦૦ મોટા કાણાવાળી નાવને નાંખે, તો હે ગૌતમ! તે નાવ તે છિદ્રોથી ભરાતી, વધારે ભરાતી, છલકાતી, પાણીથી વધતી અને ભરેલા ઘડા માફક રહે? હા, રહે. તેથી જ હે ગૌતમ! યાવત્‌ જીવો તે પ્રમાણે રહે છે.

Linked texts (1)