Pramāṇa · Search · About · API

Viyahapannatti 112

Viyāhapannatti: ṭīkānusārī vivecana 112

Language
Gujarati

112

વિવેચન :–૭૨ થી ૭૬
સ્વભાવથી–પરોપકાર કરનારો, ભાવ મૃદુ, તેથી જ વિનયી, તથા ક્રોધોદયના અભાવવાળો, કષાયોદય હોવા છતાં તે પ્રવૃત્તિના અભાવથી પાતળા ક્રોધાદિ ભાવવાળો, ગુરૂના ઉપદેશથી અહંકાર ઉપર અત્યંત જય મેળવનાર, ગુરૂને આશ્રયે રહેલ કે સંલીન, ગુરુ શિક્ષાના ગુણથી કોઈને ન સંતાપનાર, ગુરૂ સેવા ગુણથી વિનયી, જેની સિદ્ધિ થનારી છે તે અર્થાત્‌ ભવ્ય. સાતમી પૃથ્વી નીચેનું આકાશ.
સૂત્ર ગાથા - સાત અવકાશાંતરો, તનુવાત - ઘનવાત, ઘન પાણી, સાતે નરક પૃથ્વી, જંબૂદ્વીપાદિ અસંખ્યાત દ્વીપો, લવણાદિ અસંખ્ય સમુદ્રો, ભરતાદિ સાત ક્ષેત્રો, નૈરયિકાદિ ૨૪-દંડક, પાંચ અસ્તિકાય, કાળવિભાગ, આઠ કર્મો, છ લેશ્યા, મિથ્યાદિ ત્રણ દૃષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, ત્રણ યોગ, બે ઉપયોગ, છ દ્રવ્યો, અનંતા પ્રદેશો, અનંત પર્યાયો, અતીતાદિ કાળ.
અહીં સૂત્રાભિલાપનો નિર્દેશ કર્યો છે. તે રીતે છેલ્લા સૂત્રના અભિલાપને દર્શાવતા કહે છે – પહેલા લોક, પછી સર્વકાળ? આદિ. આ સૂત્રો શૂન્યવાદ, જ્ઞાનવાદાદિના નિરાસથી વિચિત્ર બાહ્ય અને આધ્યાત્મિક વસ્તુની સત્તાના અને અનાદિપણાના સૂચક છે.
લોકાંતાદિ લોક પદાર્થનો પ્રસ્તાવથી ગૌતમના મુખથી લોક સ્થિતિ જણાવવા કહે છે–(૧) તનુવાત, ઘન-વાતરૂપ વાયુ આકાશને આધારે રહેલો છે. કેમ કે તે અવકાશાંતર ઉપર સ્થિત છે, આકાશ તો સ્વપ્રતિષ્ઠિત જ છે, તેની પ્રતિષ્ઠાની વિચારણા કરી નથી. (૨) ઘનોદધિ તનુવાત, ઘનવાત ઉપર રહેલો છે, (૩) રત્નપ્રભાદિ પૃથ્વી ઘનોદધિ ઉપર રહેલી છે. આ કથન બહુલતા અપેક્ષાએ છે, અન્યથા ઈષત્પ્રાગ્ભારા પૃથ્વી આકાશ આધારે રહેલ છે (૪) ત્રસ સ્થાવર પ્રાણી પૃથ્વીને આધારે છે તે પણ પ્રાયિક વચન છે. તે આકાશ-પર્વત-વિમાન આધારે પણ છે (૫) શરીરાદિ પુદ્ગલરૂપ અજીવો જીવને આધારે રહેલા છે. કેમ કે જીવોમાં તેની સ્થિતિ છે. (૬) અનુદય અવસ્થામાં રહેલ કર્મ પુદ્ગલ સમુદાય રૂપે સંસારી જીવો કર્મ પ્રતિષ્ઠિત છે. બીજા કહે છે – જીવો નારકાદિ ભાવે કર્મ વડે રહેલા છે. (૭) મન-ભાષાદિ પુદ્ગલો જીવોએ સંગ્રહેલા છે. [શંકા] અજીવો જીવ પ્રતિષ્ઠિત છે અને અજીવો જીવ સંગૃહિત છે. તેમાં શો ભેદ છે? પૂર્વે આધાર-આધેય ભાવ કહ્યો, અહીં સંગ્રાહ્ય-સંગ્રાહક ભાવ કહ્યો, તે ભેદ છે. - X - (૮) સંસારી જીવો ઉદય પ્રાપ્ત કર્મવશવર્તી હોવાથી જીવ કર્મ સંગૃહીત છે. જે જેને વશ હોય તે તેમાં રહેલ હોય - X
કોઈ એક દેવદત્તાદિ નામવાળો પુરૂષ - X - X - મસકને વાયુ વડે ફૂલાવે - X - X - ઉપર ગાંઠ બાંધે અથવા વાયુની ઉપર અપ્‌કાય વ્યવહારથી પણ હોય - X - જેમ પાણીનો આધાર વાયુ છે, તેમ આકાશ અને ઘનવાતાદિનો પરસ્પર આધાર-આધેય ભાવ પહેલા કહ્યો છે. અગાધ-તળ વિનાનું-ઘણું ઊંડુ, તેથી જ તરવું અશક્ય. પાઠાંતરથી પાર વિનાનું. પુરૂષાંતર પ્રમાણથી વધારે તે અપૌરૂષેય. - X - પાણીમાં.
લોક સ્થિતિ અધિકારથી જ કહે છે – અત્થિણં૦ બીજા કહે છે – ‘અજીવો જીવ પ્રતિષ્ઠિત છે, ઈત્યાદિ ચાર પદની ભાવના માટે સૂત્ર–

Linked texts (1)