Viyahapannatti 114
Viyāhapannatti: ṭīkānusārī vivecana 114
- Language
- Gujarati
114
વિવેચન :–૭૭
કર્મ શરીરાદિ પુદ્ગલો, જીવો પુદ્ગલ સાથે અને પુદ્ગલો જીવો સાથે અન્યોન્ય બદ્ધ છે. કેવી રીતે? પૂર્વે માત્ર અન્યોન્ય સ્પૃષ્ટ હતા, પછી અન્યોન્ય બદ્ધ થયા- ગાઢતર બદ્ધ થયા. પરસ્પર એકમેક થયા, સ્નેહ પ્રતિબદ્ધ થયા. સ્નેહ -રાગ આદિ. કહ્યું છે – સ્નેહ તેલથી લેપેલ શરીરે રજ ચોંટે છે, તેમ રાગદ્વેષથી ક્લિન્ન આત્માને કર્મ ચોંટે છે.
જેમનો અન્યોન્ય સમુદાય છે, તે અન્યોન્ય ઘટ્ટ, તેનો ભાવ તે અન્યોન્યઘટ્ટતા. દ્રહ કે નદી, જળથી ભરેલ હોય, તે કંઈક અધૂરો હોય તો પણ વ્યવહારથી પૂર્ણ કહેવાય. જેનું પ્રમાણ પાણીથી પૂરું છે, ઘણું પાણી ભરાવાથી છલકતો, પાણીની પ્રચૂરતાથી વધતો, - X - જ્યાં પાણીનો સમુદાય વિષમ નહીં પણ સમ છે, તે સમભર અથવા સર્વથા ભરેલો, સમ શબ્દનો સર્વ અર્થ હોવાથી સમભર, એવો સમભર ઘટ માફક અર્થાત્ સર્વથા ભરેલા ઘટના આકારપણે. - X - X - સો નાના કાણાવાળી કે નિત્ય કાણાવાળી, સો મોટા કાણાવાળી નાવનો પ્રવેશ કરાવે. તે છિદ્ર રૂપ દ્વારો વડે પાણીથી ભરાતી ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ - ભરાયા પછી ત્યાં જ ડૂબે. તે દ્રહમાં ફેંકેલ અને પાણીથી પૂર્ણ ભરેલ ઘડાની માફક દ્રહના નીચેના ભાગમાં પાણીની સાથે રહે છે. જેમ નાવ અને દ્રહનું જળ અન્યોન્યાવગાઢ રહે છે, તેમ જીવ અને પુદ્ગલ રહે છે. - - લોક સ્થિતિ વિશે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit