Viyahapannatti 1137
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1137
- Language
- Gujarati
1137
વિવેચન :–૭૫૬
ઈમાઈં - આ કહેવાનાર યાત્રા, યાપનીયાદિ. જત્ત - યાન, યાત્રા એટલે સંયમ યોગમાં પ્રવૃત્તિ. જવણિજ્જં - યાપનીય, મોક્ષમાર્ગમાં જતાં પ્રયોજક ઈન્દ્રિયાદિ વશ્યતારૂપ ધર્મ. અવ્વાબાહ - શરીરે બાધાનો અભાવ. ફાસુયવિહાર - પ્રાસુક વિહાર, નિર્જીવ આશ્રય. તવનિયમાદિ૦-તવ - અનશન આદિ. નિયમ - તે વિષયક અભિગ્રહ વિશેષ. જેમકે આટલો તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ મારે અવશ્ય રાત્રિ-દિવસમાં કરવો. સંયમ - પડિલેહણાદિ. સ્વાધ્યાય - ધર્મકથાદિ, ધ્યાન - ધર્મ આદિ. આવશ્યક - છ પ્રકારે.
આમાં જો કે ભગવંતને કિંચિત્ વિશેષથી સંભવતું નથી, તો પણ તેના ફળના સદ્ભાવથી, તે છે તેમ જાણવું. જયણ - પ્રવૃત્તિ.
ઈંદિયજવણિજ્જં - ઈન્દ્રિયવિષયવશ્યત્વ. એ રીતે નોઈંદિય૦ - વિશેષ એ - નો શબ્દ મિશ્ર વચનત્વથી ઈન્દ્રિય વડે મિશ્ર સહ અર્થત્વથી કે ઈન્દ્રિયોને સહચરિત તે નોઈન્દ્રિય-કષાયો. આ યાત્રાદિ પદો સામયિક ગંભીર અર્થત્વથી ભગવંતને - X - તેમની અપભ્રાજનાર્થે પ્રશ્ન કરેલ.
સરિસવ - સદૃશવય, અન્યત્ર સરસવ. દવ્વમાસ - દ્રવ્યરૂપ માષ. કાલમાસ - કાળરૂપ માસ. કુલત્થા - કુલાંગના, અન્યત્ર ધાન્ય વિશેષ.
હવે ભગવંત વસ્તુ તત્ત્વજ્ઞાન જિજ્ઞાસાથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit