Viyahapannatti 1151
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1151
- Language
- Gujarati
1151
‘ભગવતી’ સૂત્ર-૭૬૨ :– [૧૯/૩/૭૬૨]
ભગવન્! આ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વી-અપ્-તેઉ-વાયુ અને વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાંથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે?
ગૌતમ! (૧) સૌથી થોડી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના, (૨) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૩) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૪) અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્કાયની જઘન્યા અસંખ્યાતગણી, (૫) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી૦ની જઘન્યા અસંખ્યાતગણી. (૬) અપર્યાપ્તા બાદરવાયુ૦ની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી,
(૭) અપર્યાપ્તા બાદર તેઉની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૮) અપર્યાપ્તા બાદર અપ્કાયની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૯) અપર્યાપ્તા બાદર પૃથ્વીની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૧૦-૧૧) પર્યાપ્તા-અપર્યાપ્તા પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયની બાદર નિગોદની જઘન્યા અવગાહના બંને તુલ્ય અને અસંખ્યાતગણી. (૧૨) તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી,
(૧૩) તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, (૧૪) તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક. (૧૫) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી. (૧૬) તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક. (૧૭) તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી વિશેષાધિક, (૧૮ થી ૨૦) એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાયની જાણવી. (૨૧ થી ૨૩) એ પ્રમાણે સૂક્ષ્મ અપ્કાય પણ છે.
(૨૪ થી ૨૬) એ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, તે વિશેષાધિક છે. (૨૭ થી ૨૯) એ રીતે બાદર વાયુકાયિક૦ તે તે વિશેષાધિક છે. (૩૦ થી ૩૨) એ રીતે બાદર તેઉકાયિક૦ વિશેષાધિક છે. (૩૩ થી ૩૫) એ રીતે બાદર અપ્કાયિકની૦ વિશેષાધિક. (૩૬ થી ૩૮) એ રીતે બાદર પૃથ્વીકાયિકની૦ વિશેષાધિક છે. - - બધી ત્રણ ગમ વડે કહેવી. (૩૯) પર્યાપ્તા બાદરનિગોદની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૪૦) તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક છે. (૪૧) તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના વિશેષાધિક, (૪૨) પર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, (૪૩) તેની જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યાતગણી, (૪૪) તેની જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટી અવગાહના અસંખ્યાતગણી છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit