Pramāṇa · Search · About · API

Viyahapannatti 1152

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1152

Language
Gujarati

1152

વિવેચન :–૭૬૨
અહીં પૃથ્વી-અપ્‌-તેઉ-વાયુ-નિગોદના પ્રત્યેક, સૂક્ષ્મ, બાદર ભેદો છે. એ રીતે આ દશ અને અગિયાર પ્રત્યેક વનસ્પતિ, એ પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ ૨૨-ભેદ થયા. તે પણ જઘન્ય-ઉત્કૃષ્ટી અવગાહના એ રીતે ૪૪-ભેદ, જીવ ભેદોમાં સ્તોકાદિ પદથી અવગાહના કહેવી.
સ્થાપના આ રીતે – પૃથ્વીકાયની નીચે સૂક્ષ્મ-બાદર પદ, તેની નીચે પ્રત્યેકને પર્યાપ્તા-અપર્યાપ્તા પદ, તેની નીચે પ્રત્યેકની જઘન્ય-ઉત્કૃષ્ટી અવગાહના. એ રીતે અપ્‌કાયિકાદિ પણ સ્થાપવા, પ્રત્યેક વનસ્પતિની નીચે પર્યાપ્તા-અપર્યાપ્તા બે પદ, તેની નીચે પ્રત્યેકની જઘન્ય-ઉત્કૃષ્ટી અવગાહના લેવી. આ પૃથ્વી આદિની અંગુલની અસંખ્યાત ભાગ માત્ર અવગાહનત્વ છતાં અસંખ્યેય ભેદત્વથી અંગુલનો અસંખ્યાત ભાગ, બીજા-બીજાની અપેક્ષાએ અસંખ્યગુમત્વમાં વિરોધ નથી. પ્રત્યેક શરીર વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સમધિક ૧૦૦૦ યોજન જાણવી.
પૃથ્વી આદિના જે અવગાહના ભેદો, તેનું સ્તોકાદિ કહ્યું. હવે કાયાને આશ્રીને તેનું જ ઈતર-ઈતર અપેક્ષાએ સૂક્ષ્મત્વ કહે છે –

Linked texts (1)