Pramāṇa · Search · About · API

Viyahapannatti 1153

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1153

Language
Gujarati

1153

‘ભગવતી’ સૂત્ર-૭૬૩ :– [૧૯/૩/૭૬૩]
ભગવન્‌! આ પૃથ્વી-અપ્‌-તેઉ-વાયુ-વનસ્પતિકાયમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને કઈ કાય સર્વેથી સૂક્ષ્મતર છે?
ગૌતમ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ, વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મતર છે
ભગવન્‌! આ પૃથ્વી-અપ્‌-તેઉ-વાયુકાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે? ગૌતમ! વાયુકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
ભગવન્‌! આ પૃથ્વી-અપ્‌-તેઉકાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે? ગૌતમ! તેઉકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
ભગવન્‌! આ પૃથ્વીકાયિક, અપ્‌કાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે?
ભગવન્‌! આ પૃથ્વીકાયિક, અપ્‌કાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે? ગૌતમ! અપ્‌કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. - -
ભગવન્‌! આ પૃથ્વી-અપ્‌-તેઉ-વાયુ-વનસ્પતિકાયિકમાં કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે? ગૌતમ! વનસ્પતિ-કાય સૌથી બાદર અને બાદરતર છે.
ભગવન્‌! આ પૃથ્વી-અપ્‌-તેઉ-વાયુકાયિકમાં કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે? ગૌતમ! પૃથ્વીકાય સૌથી બાદર અને સૌથી બાદરતર છે.
ભગવન્‌! આ અપ્‌કાય-તેઉકાય-વાયુકાયની કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે? ગૌતમ! અપ્‌કાય સૌથી બાદર, સૌથી બાદરતર છે,
ભગવન્‌! આ તેઉકાય અને વાયુકાયમાં કઈ કાય સૌથી બાદર, કઈ કાય સૌથી બાદરતર છે? ગૌતમ! તેઉકાય સૌથી બાદર, સૌથી બાદરતર છે.
ભગવન્‌! પૃથ્વી શરીર કેટલું મોટું છે? ગૌતમ! અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકના જેટલા શરીરો છે, તેટલા સૂક્ષ્મ વાયુકાયના શરીર થાય છે, અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકના જેટલા શરીરો છે, તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર થાય છે. અસંખ્યાત સૂક્ષ્મ તેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક સૂક્ષ્મ અપ્‌કાયનું શરીર છે. અસંખ્યાત સૂક્ષ્મ અપ્‌કાયના જેટલા શરીર છે, તેટલું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર છે –
– અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર વાયુકાયનું શરીર છે. અસંખ્યાત બાદર વાયુકાયિકના જેટલા શરીર છે, તેટલું એક બાદર તેઉકાયનું શરીર છે, અસંખ્યાત બાદર તેઉકાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર અપ્‌કાયનું શરીર છે, અસંખ્યાત બાદર અપ્‌કાયના જેટલા શરીર છે. તેટલું એક બાદર અપ્‌કાયનું શરીર છે, અસંખ્યાત બાદર અપ્‌કાયના જેટલા શરીર છે, તેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર છે. ગૌતમ! પૃથ્વીકાયનું શરીર આટલું મોટું કહ્યું છે.

Linked texts (1)