Viyahapannatti 1155
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1155
- Language
- Gujarati
1155
‘ભગવતી’ સૂત્ર-૭૬૪ :– [૧૯/૩/૭૬૪]
ભગવન્! પૃથ્વીકાયિકની શરીરાવગાહના કેટલી મોટી છે? ગૌતમ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાન્, યુગવાન્, યુવાન, રોગરહિત યાવત્ નિપુણ-શિલ્પકર્મવાળી હોય, વિશેષ - અહીં ચર્મેષ્ઠ, દ્રુધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુદૃઢ બનેલ શરીરવાળી, ઈત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવત્ યાવત્ નિપુણ શીલ્પકર્મવાળી, વજ્રમય તિક્ષ્ણ શિલાપર, વજ્રમય તીક્ષ્ણ લોહથી લાખના ગોળાની સમાન, પૃથ્વીકાયનો મોટો પિંડ લઈને વારંવાર એકઠો કરતી અને સંક્ષેપતી - હું હમણાં પીસી નાંખીશ, એમ વિચારતી ૨૧-વાર પીસે. તો હે ગૌતમ! કેટલાંક પૃથ્વીકાયિક સ્પર્શ પામે અને કેટલાંક પૃથ્વીકાય સ્પર્શ ન પામે. કેટલાંક સંઘટ્ટન પામે અને કેટલાંક સંઘટ્ટન ન પામે, કેટલાંક પીડા પામે અને કેટલાંક પીડા ન પામે, કેટલાંક ઉદ્વર્તે અને કેટલાંક ન ઉદ્વર્તે. કેટલાંક પીસાય અને કેટલાંક ન પીસાય. હે ગૌતમ! પૃથ્વીકાયિકની આટલી મોટી શરીરાવગાહના છે.
ભગવન્! પૃથ્વીકાયિક આક્રાંત થતા કેવી વેદના અનુભવતા વિચરે છે? ગૌતમ! જેમ કોઈ તરુણ, બળવાન્ યાવત્ નિપુણ શીલ્પકર્મી એક પુરુષ હોય, તે કોઈ જીર્ણ, જરાજર્જરિત દેહવાળા યાવત્ દુર્બળ પુરુષના મસ્તકે મુઠ્ઠી વડે પ્રહાર કરે, તો તે પુરુષના મુઠ્ઠી પ્રહારથી તે વૃદ્ધ કેવી પીડા અનુભવે છે? હે આયુષ્યમાન્ શ્રમણ! તે અનિષ્ટ પીડા અનુભવે. તેમ હે ગૌતમ! તે પુરુષની વેદના કરતા, પૃથ્વીકાયિક જીવ આક્રાંત થાય ત્યારે આથી પણ અધિકતર અનિષ્ઠ, અકાંત યાવત્ અમણામ વેદનાને અનુભવતા વિચરે છે.
ભગવન્ ! અપ્કાય, સંઘટ્ટન પામતા કેવી વેદના અનુભવે? ગૌતમ! જેમ પૃથ્વીકાયિકમાં કહ્યું તેમ જાણવું. એ રીતે તેઉકાય અને વાયુકાયમાં પણ જાણવું, એ રીતે વનસ્પતિકાયિક પણ જાણવું યાવત્ વિચરે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit