Viyahapannatti 116
Viyāhapannatti: ṭīkānusārī vivecana 116
- Language
- Gujarati
116
વિવેચન :–૭૮
હંમેશાં, સપરિમાણ પણ બાદર અપ્કાય માફક અપરિમિત નહીં અથવા સદા - સર્વ ઋતુઓમાં, રાત્રિ અને દિવસના પહેલા અને છેલ્લા પ્રહરમાં, તેમાં પણ સ્નિગ્ધ અને રૂક્ષભાવ અપેક્ષાએ કાળનું બહુત્વ-અલ્પત્વ સમજવું. કહ્યું છે – શિશિર ઋતુમાં પહેલા-છેલ્લા પ્રહરને વર્જીને તથા ગ્રીષ્મમાં પહેલા-છેલ્લા પ્રહરનો અર્ધભાગ વર્જીને બીજા સમયે સ્નેહ આદિના રક્ષણ માટે લેપવાળું પાત્ર બહાર ન મૂકે. સ્નેહકાય એટલે અપ્કાય વિશેષ. ઉર્ધ્વ લોકમાં વૃત્તવૈતાઢ્યાદિમાં, અધોલોકગ્રામમાં, તિર્છાલોકમાં તળાવ આદિ ભરાતા તે થોડા હોવાથી વિનાશ પામે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit