Viyahapannatti 1184
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1184
- Language
- Gujarati
1184
‘ભગવતી’ સૂત્ર-૭૮૦ :– [૨૦/૧/૭૮૦]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! કદાચ યાવત્ ચાર, પાંચ બેઈન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે? બાંધીને પછી આહાર કરે છે કે પરિણમાવે છે, પછી શરીરને બાંધે છે? તે અર્થ સમર્થ નથી, કેમકે બેઈન્દ્રિય પૃથક્-પૃથક્ આહારી, પૃથક્-પૃથક્ પરિણમન કરનાર, પૃથક્ શરીર બાંધે છે, પછી આહાર કરે છે, પછી તેને પરિણમાવે છે, પછી શરીર બાંધે છે.
ભગવન્! તે જીવોને કેટલી લેશ્યાઓ છે? ગૌતમ! ત્રણ. તે આ – કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. એ પ્રમાણે જેમ શતક-૧૯-માં કહ્યું તેમ તેઉકાય યાવત્ ઉદ્વર્તે છે. વિશેષ એ કે – સમ્યગ્દૃષ્ટિ પણ, મિથ્યાદૃષ્ટિ પણ છે. પણ સમ્યગ્ મિથ્યાદૃષ્ટિ નથી હોતા. બે જ્ઞાન-બે અજ્ઞાન નિયમા છે. મનોયોગી નથી, વચનયોગી અને કાયયોગી છે. આહાર નિયમા છ દિશાથી લે.
ભગવન્! તે જીવોને શું એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે કે – અમે ઈષ્ટાનિષ્ટ રસ અને સ્પર્શ અનુભવીએ છીએ? તે અર્થ સમર્થ નથી, પણ તેઓ અનુભવ કરે જ છે. - - સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી બાર વર્ષ છે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં પણ જાણવું. માત્ર ઈન્દ્રિય, સ્થિતિમાં ભેદ છે. સ્થિતિ પન્નવણા મુજબ જાણવું.
ભગવન્! કદાચિત્ યાવત્ ચાર-પાંચ પંચેન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે? પૂર્વવત્, બેઈન્દ્રિય જીવો સમાન જાણવું. વિશેષ એ કે – લેશયા-૬, દૃષ્ટિ-૩, ચાર જ્ઞાન-ત્રણ અજ્ઞાન ભજનાથી, યોગ ત્રણ છે.
ભગવન્! તે જીવોને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે યાવત્ વચન હોય છે કે – ‘અમે આહાર કરીએ છીએ?’ ગૌતમ! કેટલાંકને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે મન કે વચન હોય છે કે – ‘અમે આહાર કરીએ છીએ’ કેટલાંકને એવી સંજ્ઞા યાવત્ વચન હોતું નથી કે – ‘અમે આહાર કરીએ છીએ.’ જો કે તેઓ આહાર તો કરે જ છે.
ભગવન્! તે જીવોને એવી સંજ્ઞા યાવત્ વચન હોય કે – ‘અમે ઈષ્ટાનિષ્ટ એવા – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અનુભવીએ છીએ? ગૌતમ! કેટલાંકને એવી સંજ્ઞા યાવત્ વચન હોય છે કે – અમે ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ સ્પર્શ અનુભવીએ છીએ. કેટલાંકને એવી સંજ્ઞા યાવત્ વચન હોતા નથી કે અમે ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ સ્પર્શ અનુભવીએ છીએ, પણ અનુભવે છે.
ભગવન્! તે જીવો શું પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોય છે? ગૌતમ! કેટલાંક પ્રાણાતિપાત યાવત્ મિથ્યા દર્શન શલ્યમાં રહેલા હોય છે. કેટલાંક પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોતા નથી. જે જીવો પ્રત્યે, તે જીવો આવો વ્યવહાર કરે છે, તે જીવોમાં કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોય છે અને કેટલાંકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોતા નથી. [કે અમે માર્યા જઈશું કે આ અમને મારી નાંખશે.]
આ જીવોનો ઉત્પાદ યાવત્ સર્વાર્થસિદ્ધ છે, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ, કેવલી સિવાયના છ સમુદ્ઘાતો, ઉદ્વર્તના-તે બધાં યાવત્ સર્વાર્થસિદ્ધ સુધી જઈ શકે. બાકી બેઈન્દ્રિયવત્ જાણવું.
ભગવન્! આ બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી ઓછાં પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય તેથી વિશેષાધિક છે? ગૌતમ! સૌથી ઓછા પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય તેથી વિશેષાધિક છે, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit