Pramāṇa · Search · About · API

Viyahapannatti 1189

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1189

Language
Gujarati

1189

‘ભગવતી’ સૂત્ર-૭૮૨ :– [૨૦/૨/૭૮૨]
ભગવન્‌! ધર્માસ્તિકાયના કેટલા અભિવચન છે? ગૌતમ! અનેક. તે આ – ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્‌ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય વિવેક, ઈર્યાસમિતિ - X - યાવત્‌ ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ જલ્લ સિંઘાણ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-વચન-કાયગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે, તે બધાં ધર્માસ્તિકાયના અભિવચનો છે.
ભગવન્‌! અધર્માસ્તિકાયના કેટલા અભિવચનો છે? ગૌતમ! અનેક. તે આ – અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય, ઈર્યાઅસમિતિ યાવત્‌ ઉચ્ચાર પ્રસ્રવણ૦ અસમિતિ. મન-વચન-કાય અગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે તે સર્વે અભિવચનો કહેવા.
આકાશાસ્તિકાયનો પ્રશ્ન? ગૌતમ! અનેક અભિવચનો છે. તે આ – આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્દ, વ્યર્દ, આધાર, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, સ્ફટિક, અગમ, અનંત અથવા જે આવા કે આવા પ્રકારના છે તે બધાં આકાશાસ્તિકાયના અભિવચનો છે.
ભગવન્‌! જીવાસ્તિકાયના અભિવચનો કેટલાં છે? ગૌતમ! અનેક. તે આ – જીવ, જીવાસ્તિકાય, ભૂત, સત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ, હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિકર્તા, જગત્‌, જંતુ, યોનિ, સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા અથવા આ કે આવા પ્રકારના બધાં તેના પર્યાયો છે.
ભગવન્‌! પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! અનેક અભિવચનો છે. તે આ – પુદ્ગલ, પુદ્ગલાસ્તિકાય, પરમાણુપુદ્ગલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક યાવત્‌ અસંખ્યપ્રદેશિક કે અનંત પ્રદેશિક અથવા જે આ કે આવા પ્રકારના, તે સર્વે પુદ્ગલાસ્તિકાયના અભિવચનો છે. ભગવન્‌! તેમ જ છે.

Linked texts (1)