Viyahapannatti 119
Viyāhapannatti: ṭīkānusārī vivecana 119
- Language
- Gujarati
119
વિવેચન :–૭૯
જે જીવ નૈરયિકમાં ઉત્પન્ન થયો નથી, પણ હવે ઉપજવાનો છે, તે નૈરયિક કેમ કહેવાય? - X - ઉત્પન્ન થતો ઉત્પન્ન જ જાણવો. કેમ કે તેના આયુષ્યનો ઉદય છે. અન્યથા તિર્યંચાદિ આયુના અભાવે નારકના આયુના ઉદયે પણ જો તે નારક નથી તો બીજો કોણ છે?
અંશે અંશે જે ઉત્પાદન પ્રવર્તે તે ‘દેશોનદેશ.’ એ રીતે આગળ પણ જાણવું. તેમાં જીવ શું પોતાના અવયવથી નારક અવયવીના અંશપણે ઉપજે અથવા દેશથી સર્વાત્મપણે ઉપજે? ઈત્યાદિ પ્રશ્ન. - X - તેનો ઉત્તર આપે છે. (૧) પોતાના અવયવથી નારકીના અવયવ પણે ઉત્પન્ન ન થાય, કેમ કે પારિણામિક કારણ અવયવથી કાર્ય અવયવ ન નીપજે. - X - જેમ પટના દેશભૂત તંતુથી અપૂર્ણ પટદેશ નીપજતો નથી. - X - (૨) દેશથી સર્વપણે પણ ન ઉપજે. કેમ કે અપરિપૂર્ણ કારણપણું છે. જેમ એક તંતુથી પટ ન બની શકે. (૩) સર્વથી દેશપણે ન ઉપજે કેમ કે સંપૂર્ણ પરિણામી કારણથી સંપૂર્ણ ઘડો ઉત્પન્ન થાય, ઠીકરું નહીં. (૪) સર્વથી સર્વ ઉપજે, કેમ કે પૂર્ણ કારણનો સમવાય છે. જેમકે - ઘટ. [આ ચૂર્ણિકારનો મત છે.]
[વૃત્તિકાર કહે છે –] શું એક સ્થાને રહેલો જીવ – (૧) પોતાના એક ભાગને દૂર કરીને જ્યાં ઉત્પન્ન થવાનું છે, ત્યાં એક ભાગ વડે ઉત્પન્ન થાય? એક ભાગથી સર્વતઃ ઉત્પન્ન થાય?, સર્વ આત્મા વડે જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં દેશથી ઉત્પન્ન થાય? અથવા સર્વ આત્મા વડે સર્વત્ર ઉત્પન્ન થાય? અહીં છેલ્લા બે ભંગ લેવા. ઈલિકાગતિથી જાય તો ત્યાં દેશથી ઉત્પન્ન થાય, કંદુકગતિથી જાય તો સર્વથી ઉત્પન્ન થાય. - આ વ્યાખ્યા વાચનાંતર વિષયમાં છે. [આ સૂત્ર મુજબ નથી.] ઉત્પત્તિ પછી આહાર જોઈએ માટે આહારસૂત્ર–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit