Pramāṇa · Search · About · API

Viyahapannatti 120

Viyāhapannatti: ṭīkānusārī vivecana 120

Language
Gujarati

120

‘ભગવતી’ સૂત્ર-૮૦ :– [૧/૭/૮૦]
ભગવન્‌! નૈરયિકોમાં ઉત્પદ્યમાન નૈરયિક શું દેશથી દેશનો આહાર કરે?, દેશથી સર્વનો આહાર કરે? સર્વથી દેશનો આહાર કરે? કે સર્વથી સર્વનો આહાર કરે? ગૌતમ! દેશથી દેશનો કે દેશથી સર્વનો આહાર ન કરે. સર્વથી દેશનો કે સર્વથી સર્વનો આહાર કરે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું.
ભગવન્‌! નૈરયિકોથી ઉદ્વર્તતો નૈરયિક શું દેશથી દેશે ઉદ્વર્તે? આદિ પ્રશ્ન. ઉત્પદ્યમાનની જેમ ઉદ્વર્તમાનનો દંડક કહેવો.
ભગવન્‌! નૈરયિકથી ઉદ્વર્તમાન નૈરયિક શું દેશથી દેશનો આહાર કરે? આદિ પ્રશ્ન. ગૌતમ! તે સર્વથી દેશને આશ્રીને આહાર કરે અને સર્વથી સર્વનો આહાર કરે. એમ વૈમાનિક સુધી છે.
ભગવન્‌! નૈરયિકોમાં ઉત્પન્ન નૈરયિક શું દેશથી દેશે ઉત્પન્ન થાય? આદિ પ્રશ્ન. ગૌતમ! સર્વથી સર્વ ભાગે ઉત્પન્ન થાય. ઉત્પદ્યમાન અને ઉદ્વર્તમાનના ચાર દંડક માફક ઉપપન્ન અને ઉદ્વર્તનના પણ ચાર દંડક જાણવા.
સર્વથી સર્વ ઉપપન્ન, સર્વથી દેશનો આહાર, સર્વથી સર્વનો આહાર. આ અભિલાપ વડે ઉપપન્ન અને ઉદ્વર્તન જાણવું. - ભગવન્‌! નૈરયિકોમાં ઉપજતો શું અર્ધભાગ વડે અર્ધને આશ્રીને ઉત્પન્ન થાય? અર્ધથી સર્વ ઉપજે? સર્વથી અર્ધ ઉપજે? કે સર્વથી સર્વ ઉપજે? ગૌતમ! જેમ પ્રથમ સાથે આઠ દંડક કહ્યા તેમ અર્ધ સાથે આઠ દંડક કહેવા. વિશેષ આ - દેશ ને સ્થાને અદ્ધ શબ્દ કહેવો.
કુલ ૧૬ દંડક થયા.

Linked texts (1)