Pramāṇa · Search · About · API

Viyahapannatti 1203

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1203

Language
Gujarati

1203

વિવેચન :–૭૮૭, ૭૮૮
બધે જ કર્કશ, ગુરુ, શીત, સ્નિગ્ધ એકદા જ અવિરુદ્ધ. સ્પર્શોના સંભવથી એક ભંગ, ચતુર્થ પદ વ્યત્યયમાં દ્વિતીય. એ રીતે એકાદિ પદના વ્યભિચારથી ૧૬-ભંગો છે. પંચફાસ૦ કર્કશ, ગુરુ, શીત વડે સ્નિગ્ધ અને રૂક્ષના એકત્વ, બહુત્વ કરીને ચતુર્ભંગી પ્રાપ્ત થઈ છે. એ રીતે કર્કશ, ગુરુ, ઉષ્ણ વડે ચાર, એમ આઠ ભંગ થયા. આ આઠ કર્કશ અને ગુરુ વડે થયા. એમ બીજા કર્કશ અને લઘુ વડે થયા, તેથી ૧૬-ભંગ કર્કશ પદ વડે થયા. આ જ ભંગો મૃદુ પદ વડે થયા, એ રીતે ૩૨-ભંગો થયા. આ ૩૨-ભંગ સ્નિગ્ધ અને રૂક્ષના એકત્વથી થયા. બીજા ૩૨-ભંગ શીત, ઉષ્ણ વડે, ત્રીજા ગુરુ અને લઘુ વડે, ચોથા કર્કશ અને મૃદુ વડે, એ પ્રમાણે ૧૨૮ ભંગો થાય છે.
છ સ્પર્શમાં – સર્વ કર્કશ, ગુરુ, દેશથી શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ છે. અહીં દેશ શીતાદિના ચારે પદના એકત્વાદિ વડે ૧૬-ભંગો. આ સર્વ કર્કશ-ગુરુ વડે થયા. આ જ કર્કશ-લઘુ વડે થાય, તેથી ૩૨-ભંગ. આ બધાં સર્વ કર્કશ પદ વડે પ્રાપ્ત થયા. આ જ સર્વમૃદુ વડે પણ થાય. તેથી ૬૪ ભંગ થાય. આ ૬૪ સર્વ કર્કશ ગુરુ લક્ષણથી દ્વિકસંયોગ વડે સવિર્યયથી થયા. તે રીતે બીજા પણ દ્વિકસંયોગ વડે થઈ શકે. કર્કશ-ગુરુ-શીત-સ્નિગ્ધ લક્ષણ ચાર પદોના છ દ્વિકસંયોગથી એ પ્રમાણે ૬૪ ભંગ. એ રીતે છ દ્વિકસંયોગથી ગુણતા ૩૮૪ ભંગ થાય.
સાત સ્પર્શમાં - અહીં આદ્ય ‘કર્કશ’ પદ સ્કંધ વ્યાપકત્વથી વિપક્ષ રહિત છે. બાકીના ગુરુ આદિ છ સ્કંધ દેશ આશ્રિત હોવાથી વિપક્ષ સહિત છે. તેથી સાત સ્પર્શો થયા. આમાં ગુરુ આદિ છ પદોના એકત્વ, બહુત્વ વડે ૬૪-ભંગો થાય. તે સર્વે કર્કશ પદથી પ્રાપ્ત થયા. એ રીતે મૃદુ પદથી પણ થાય. તેથી ૧૨૮-ભેદ થાય. એ રીતે ગુરુ-લઘુ વડે બાકીના સાથે ૧૨૮ ભંગ, શીત-ઉષ્ણ વડે પણ ૧૨૮, સ્નિગ્ધ-રૂક્ષ વડે પણ ૧૨૮, એ રીતે ૧૨૮-ને ચાર વડે ગુણ ૫૧૨ ભંગો થાય છે.
અષ્ટ સ્પર્શમાં ચાર કર્કશાદિ પદોના વિપક્ષ સહિત આઠ સ્પર્શો. આ બાદર સ્કંધના બે ભાગે વિકલ્પિતના એકત્ર દેશમાં ચાર વિરુદ્ધ છે. આમાં એકત્વ, બહુત્વથી ભંગો થાય છે. તેમાં રૂક્ષના એકત્વ, બહુત્વથી બે, આ બંને સ્નિગ્ધના એકત્વ, બહુત્વથી ચાર ભેદ થાય. - X - આ આ ભેદ ઉષ્ણના બહુવચનથી કહ્યા તે ચાર. શીત પદ બહુવચનથી પણ ચાર. શીતોષ્ણ પદો વડે બહુવચનથી ચાર. એ રીતે ૧૬ ભેદ થયા. લઘુ પદના બહુવચનથી ચાર, લઘુશીત પદ બહુત્વ વડે ચાર, લઘુ-ઉષ્ણ પદો વડે ચાર, લઘુ શીત ઉષ્ણ પદો વડે ચાર. એ રીતે ૧૬ ભંગ. તથા કર્કશાદિ એકવચનથી અને ગુરુ પદના બહુ વચનાંતથી એમ જ છે. ઈત્યાદિ સૂત્રાનુસાર - X - X - X - ૬૪ ભંગો થયા. કર્કશ મૃદુ પદો વડે એકવચનવત વડે પણ આ ૬૪ ભંગ. કર્કશ પદના એકત્વ, મૃદુ પદના બહુત્વથી પૂર્વોક્ત ક્રમથી ૬૪-ભંગો કરવા. કર્કશના બહુત્વ અને મૃદુ પદના એકત્વ વડે થ૪ ભંગ પૂર્વોક્ત ક્રમથી જ કરવા, તેને જ કર્કશ-મૃદુ પદના બહુવચન વડે પૂર્વવત્‌ ૬૪ ભંગો કરવા. એ રીતે ૬૪-ને ૪ વડે ગુણતા ૨૫૬ ભંગો થશે. - X - X -
બાદર સ્કંધમાં ચાર વગેરે સ્પર્શો થાય છે. તેમાં ચતુઃસ્પર્શાદિ ક્રમથી પ્રાપ્ત ભેદોની સંખ્યા - X - X - વૃત્તિકારે યંત્ર બનાવી દર્શાવેલ છે.
પરમાણુ અધિકારથી હવે કહે છે – તેમાં દ્રવ્યરૂપ પરમાણુ તે દ્રવ્ય પરમાણુ, એક અણુ વર્ણાદિ ભાવની અવિવક્ષા અને દ્રવ્યત્વની જ વિવક્ષાથી. એ રીતે ક્ષેત્ર પરમાણુ - આકાશ પ્રદેશ, કાળ પરમાણુ-સમય, ભાવ પરમાણુ - પરમાણુ જ છે, વર્ણાદિ ભાવોના પ્રાધાન્ય વિવક્ષાથી છે.
એક પણ દ્રવ્ય પરમાણુ વિવક્ષાથી ચતુઃસ્વભાવ. અચ્છેજ્જ છેદ્ય એટલે શસ્ત્રાદિ વડે લતાદિવત્‌ છેદવું. તેના નિષેધથી અચ્છેદ્ય. અભેદ્ય - સોય વડે ચામડાને ભેદવું, તેના નિષેધથી અભેદ્ય. સૂક્ષ્મત્વથી અગ્નિ વડે અદાહ્ય. તેથી જ હાથ વડે અગ્રાહ્ય. અણદ્ધે - સમસંખ્ય અવયવ અભાવે. અમજ્સ - વિષમ સંખ્યાના અભાવે. અપએસ - અવયવ અભાવે નિરંશ. અવિભાઈમ - અવિભાગથી નિર્વૃત્ત, એકરૂપ, વિભાજન અશક્ય.

Linked texts (1)