Viyahapannatti 1208
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1208
- Language
- Gujarati
1208
‘ભગવતી’ સૂત્ર-૭૯૨ :– [૨૦/૭/૭૯૨]
ભગવન્ ! બંધ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ જીવ પ્રયોગબંધ, અનંતર પ્રયોગબંધ, પરંપરબંધ. - - ભગવન્! નૈરયિકને કેટલા ભેદે બંધ છ? - પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વૈમાનિક.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારે છે? ગૌતમ! બંધ ત્રણ ભેદે છે. તે આ – જીવપ્રયોગબંધ, અનંતરબંધ, પરંપરબંધ.
ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ભેદે છે? પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિક, એ રીતે અંતરાય સુધી.
ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કેટલા ભેદે બંધ થાય છે? ગૌતમ! ત્રણ ભેદે છે. પૂર્વવત્. આ પ્રમાણે નૈરયિકોને પણ કહેવું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એ રીતે યાવત્ અંતરાય ઉદયમાં કહેવું.
ભગવન્! સ્ત્રી વેદનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ પ્રકારે બંધ પૂર્વવત્ છે. - - ભગવન્! અસુરકુમારોને સ્ત્રી વેદનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ પ્રકારે પૂર્વવત્ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જેને સ્ત્રીવેદ હોય તેને તે કહેવો. એ પ્રમાણે પુરુષ વેદમાં પણ કહેવું, નપુંસકવેદમાં પણ કહેવું. યાવત્ વૈમાનિકોમાં. વિશેષ એ કે – જેને જે વેદ હોય, તેને તે કહેવો.
ભગવન્! દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા ભેદે છે? પૂર્વવત્. નિરંતર યાવત્ વૈમાનિક. એ રીતે ચારિત્ર મોહનીયનો પણ વૈમાનિક પર્યન્ત કહેવો. એ રીતે આ ક્રમે ઔદારિક શરીર યાવત્ કાર્મણ શરીરનો, આહાર સંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યગ્મિથ્યાદૃષ્ટિ, આભિનિબોધિક જ્ઞાનનો યાવત્ કેવળજ્ઞાનનો, મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાનના બંધ પૂર્વવત્ કહેવા.
ભગવન્! આ પ્રમાણે આભિનિબોધિકના વિષયનો બંધ કેટલા પ્રકારે છે? યાવત્ કેવળજ્ઞાન વિષયનો, મતિ અજ્ઞાન વિષયનો, શ્રુત અજ્ઞાન વિષયનો, વિભંગજ્ઞાન વિષયનો, આ બધાં પદાર્થોનો બંધ ત્રણ ભેદે કહ્યો છે. આ બધાંને ચોવીશ દંડકમાં કહેવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવું યાવત્ વૈમાનિક. - - ભગવન્! વિભંગજ્ઞાન વિષયનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ! બંધ ત્રણ ભેદે - જીવપ્રયોગ બંધ, અનંતર બંધ, પરંપર ભેદ. - - ભગવન્! તે એમ જ છે (૨) યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit