Viyahapannatti 1209
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1209
- Language
- Gujarati
1209
વિવેચન :–૭૯૨
જીવ પ્રયોગ બંધ - જીવના પ્રયોગથી - મન વગેરે વ્યાપારથી થતો બંધ - કર્મ પુદ્ગલોનો આત્મ પ્રદેશ સાથે સંશ્લેશ બદ્ધ સ્પૃષ્ટાદિ ભાવ કરણ. અનંતરબંધ - જેના પુદ્ગલોને બદ્ધ થયાને અનંતર સમય વર્તતો હોય તે. પરંપરબંધ - જેમાં બદ્ધ થયાને દ્વિતીયાદિ સમય વર્તતો હોય તે.
જ્ઞાનાવરણીયોદય - જ્ઞાનાવરણીયના ઉદય રૂપ કર્મના અર્થાત્ ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મ. આનો બંધ ભૂતભાવાપેક્ષાએ છે. અથવા જ્ઞાનાવરણીયપણે ઉદય જે કર્મનો છે તે તથા, જ્ઞાનાવરણાદિ કર્મ જ કિંચિત્ જ્ઞાનાદિ આવરકપણે વિપાકથી કિંચિત્ પ્રદેશથી વેદાય છે. તે ઉદયથી વિશેષિત કર્મ. અથવા જ્ઞાનાવરણીયના ઉદયે જે બંધાય કે વેદાય તે જ્ઞાનાવરણીયોદય જ છે. આ રીતે બીજે પણ જાણવા.
સમ્યગ્દૃષ્ટિ ઈત્યાદિ. (શંકા) સમ્યગ્દૃષ્ટિ ઈત્યાદિમાં બંધ કઈ રીતે? કેમકે દૃષ્ટિજ્ઞાન-અજ્ઞાનોનું પૌદ્ગલિકત્વ છે? (સમાધાન) અહીં બંધ શબ્દથી કર્મ પુદ્ગલોનો બંધ વિવક્ષિત નથી, પરંતુ સંબંધ માત્ર છે. તે જીવની દૃષ્ટિ આદિ ભેદથી ધર્મ સાથે જ છે. જીવ પ્રયોગ બંધાદિ વ્યપદેશ્યત્વ અને તેના જીવવીર્ય પ્રભવત્વથી જ આભિનિબોધિક જ્ઞાનવિષય આદિના પણ નિરવદ્ય જ્ઞાનના જ્ઞેયની સાથે સંબંધ વિવક્ષણથી કહ્યું.
અહીં સંગ્રહ ગાથા છે. જીવ પ્રયોગબંધ, અનંતર, પરંપર જાણવું. પ્રકૃતિ, ઉદય, વેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ, ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્મણ, - સંજ્ઞા, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાનમાં તેનો વિષય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit