Viyahapannatti 122
Viyāhapannatti: ṭīkānusārī vivecana 122
- Language
- Gujarati
122
‘ભગવતી’ સૂત્ર-૮૧ :– [૧/૭/૮૧]
ભગવન્! શું જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહ ગતિને? ગૌતમ! થોડો વિગ્રહ ગતિને અને થોડો અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જીવો વિગ્રહ ગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહ ગતિને? ગૌતમ! બંને.
ભગવન્! નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહ ગતિને? ગૌતમ! તે બધાં અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે અથવા ઘણાં અવિગ્રહગતિને પ્રાપ્ત છે અને એક વિગ્રહગતિને પ્રાપ્ત છે અથવા ઘણાં અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે, ઘણાં વિગ્રહગતિને. એ પ્રમાણે સર્વત્ર ત્રણ ભંગ છે માત્ર જીવ અને એકેન્દ્રિયમાં નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit