Viyahapannatti 123
Viyāhapannatti: ṭīkānusārī vivecana 123
- Language
- Gujarati
123
વિવેચન :–૮૧
વિગ્રહ - વક્ર, તેની મુખ્યતાવાળી ગતિ તે વિગ્રહગતિ. બીજી ગતિમાં વાંકો ચાલે ત્યારે તે વિગ્રહગતિ પ્રાપ્ત કહેવાય. અવિગ્રહગતિ પ્રાપ્ત તે ઋજુગતિમાં રહેલો, તેમાં ગતિવાળો કે ગતિ વિનાનો તે અવિગ્રહ ગતિ પ્રાપ્ત કહેવાય. હવે જો ‘ઋજુ ગતિવાળો’ એ જ અર્થ કરાય તો સૂત્રમાં કહેલ અવિગ્રહ ગતિ સમાપન્નનો અર્થ કરતા નારકીમાં ઋજુ ગતિવાળા જીવો ઘણાં હશે તેમ અર્થ થશે. તેમ નથી. શાસ્ત્રમાં એક-બે જીવનો ઉત્પાદ સંભળાય છે. ટીકાકારે કોઈપણ અભિપ્રાયથી ઋજુગતિક અર્થ કર્યો છે.
‘જીવા ણં ભંતે’ આદિ પ્રશ્ન - જીવો અનંત હોવાથી પ્રતિ સમયે વિગ્રહગતિવાળાનો નિષેધ કરીને બહુત્વના ભાવથી કહે છે - જીવો કરતાં નારકોનું અલ્પત્વ હોવાથી વિગ્રહગતિવાળાનો કદાચ અસંભવ હોય અને સંભવે તો એકાદિ હોય, તેથી વિગ્રહગતિવાળાનો નિષેધ કરીને કહે છે–અહીં ત્રણ વિકલ્પ છે - ‘સવ્વે વિ તાવ૦’ અસુરાદિમાં એ વાત અતિદેશ થકી કહે છે – જીવો અને એકેન્દ્રિયો ઉક્ત યુક્તિ વડે વિગ્રહ ગતિવાળા અને વિનાના ઘણાં હોય છે, માટે અહીં ત્રણ ભંગ કહ્યા નથી. પણ એ સિવાય તો ત્રણ ભાંગા જ જાણવા. - ગતિ અધિકારથી ચ્યવનસૂત્ર–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit