Viyahapannatti 1225
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1225
- Language
- Gujarati
1225
‘ભગવતી’ સૂત્ર-૮૦૭ :– [૨૧/૧/૧/૮૦૭]
રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્! હવે (પ્રશ્ન) શાલી, વ્રીહી, ઘઉં, જવ, જવજવ આ (ધાન્યો)ના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવન્! તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી કે તિર્યંચ, મનુષ્ય, દેવથી? વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ ઉત્પાદ કહેવો. વિશેષ એ કે – દેવનું વર્જન કરવું.
ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે. આ જીવોનો અપહાર ઉત્પલ ઉદ્દેશ માફક કહેવો.
ભગવન્! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ્ પૃથક્ત્વ.
ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. - - એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા.
ભગવન્! તે જીવો શું કૃષ્ણલેશ્યી છે, નીલલેશ્યી છે કે કાપોતલેશ્યી? ૨૬ ભંગો કહેવા. દૃષ્ટિ યાવત્ ઈન્દ્રિયો ઉત્પલ ઉદ્દેશવત્ કહેવા.
ભગવન્! તે શાલી, વ્રીહી, ઘઉં, યવ, યવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
ભગવન્! તે શાલી, વ્રીહી, ઘઉં, જવ, જવકના મૂળના જીવો પૃથ્વીજીવમાં ઉત્પન્ન થઈ ફરી શાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું.
એ પ્રમાણે આ આલાવાથી યાવત્ મનુષ્ય જીવ સુધી કહેવું. આહાર ઉત્પલ ઉદ્દેશવત્ કહેવો.
સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટે વર્ષ પૃથક્ત્વ. - - સમુદ્ઘાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવત્ કહેવા.
ભગવન્! શું સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ, શાલી, વ્રીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit