Viyahapannatti 1226
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1226
- Language
- Gujarati
1226
વિવેચન :–૮૦૬, ૮૦૭
[૮૦૬] સાલિ - શાલ્યાદિ ધાન્ય વિશેષ વિષયક દશ ઉદ્દેશા યુક્ત પહેલો વર્ગ. એ રીતે બધે કહેવું. - દશ ઉદ્દેશા આ પ્રમાણે – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ.
(૨) કલ - કલાય આદિ ધાન્ય, (૩) અયસી - અતસી આદિ ધાન્ય વિષયક, (૪) વંસ - વંશાદિ પર્વગ વિશેષ, (૫) ઈક્ખુ - ઈક્ષ્વાદિ પર્વગ વિશેષ, (૬) દબ્ભ - દર્ભ શબ્દના ઉપલક્ષણથી સેંડિય, ભંડિય, કોંતિય દર્ભાદિ તૃણ વિશેષ, (૭) અબ્ભ - વૃક્ષમાં સમુત્પન્ન વિજાતીય વૃક્ષ, અધ્યવરોહક આદિ શાક વનસ્પતિ, (૮) તુલસી - તુલસી આદિ વનસ્પતિ. આ પ્રત્યેક વર્ગમાં દશ-દશ ઉદ્દેશાઓ છે. કુલ ૮૦ ઉદ્દેશા છે.
તેમાં પહેલા વર્ગમાં પહેલો ઉદ્દેશો કહે છે. તેનું સૂત્ર –
[૮૦૭] વક્કંતિ - પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ, તેમાં ઉત્પાદ આ રીતે - નારકથી ઉત્પન્ન ન થાય, પણ દેવ, મનુષ્યથી ઉત્પન્ન થાય. તથા વ્યુત્ક્રાંતિપદમાં દેવોનો વનસ્પતિમાં ઉત્પાદ કહ્યો છે. તે અહીં ન કહેવો. દેવોનો મૂળમાં ઉત્પાદ ન થાય, પુષ્પાદિ શુભમાં થાય.
એક્કો વા - જો કે સામાન્યથી વનસ્પતિમાં પ્રતિસમય અનંતા ઉત્પન્ન થાય, તો પણ અહીં શાલી આદિના પ્રત્યેક શરીરત્વથી એકાદિની ઉત્પત્તિ વિરુદ્ધ નથી.
અવહાર, ઉત્પલ ઉદ્દેશા મુજબ, તે શતક-૧૧-નો ઉદ્દેશો-૧- છે. તેમાં અપહાર આ રીતે - ભગવન્! તે જીવો સમયે સમયે અપહાર કરાતા કેટલા કાળે અપહરાય છે? ગૌતમ! અસંખ્યાત સમયે૦ આદિ.
ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક કે અબંધક? ઉત્પલોદ્દેશક મુજબ - ગૌતમ! અબંધકો નથી, બંધક કે બંધકો છે. એ પ્રમાણે વેદન, ઉદય, ઉદીરણા પણ કહેવા.
ત્રણે લેશ્યામાં ૨૬ ભંગો - એકવચનાંત-૩, બહુવચનાંત-૩, તથા ત્રણે પદોના ત્રણ દ્વિકસંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભંગીકાથી ૧૨, એકત્ર ત્રિકસંયોગમાં-૮, એ રીતે ૨૬-ભંગો થાય.
દિટ્ઠિ - દૃષ્ટિપદથી આરંભીને ઈન્દ્રિયપદ સુધી ઉત્પલ ઉદ્દેશાવત્ જાણવું. તેમાં દૃષ્ટિમાં મિથ્યાદૃષ્ટિ, જ્ઞાનમાં અજ્ઞાની, યોગમાં કાયયોગી, ઉપયોગ-બંને. એ રીતે બીજે પણ કહેવું - X -
હવે કાય સંવેધ કહે છે – ઉત્પલ ઉદ્દેશ મુજબ આમ કહે છે – ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ, કાળ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ‘આહાર’ ઉત્પલોદ્દેશ મુજબ આ પ્રમાણે–
ભગવન્ ! જીવો કયો આહાર કરે છે? ગૌતમ! દ્રવ્યથી અનંતપ્રદેશિક આદિ. સમુદ્ઘાત - તે જીવોને આદ્ય 3 સમુદ્ઘાત છે, મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત કે અસમવહત થઈ મરે છે. તિર્યંચ, મનુષ્યમાં ઉત્પન્ન થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit