Viyahapannatti 1235
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1235
- Language
- Gujarati
1235
‘ભગવતી’ સૂત્ર-૮૧૬ થી ૮૨૧ :– [૨૧/૩ થી ૮/–/૮૧૬ થી ૮૨૧] - [ક્રમશઃ પ્રત્યેક વર્ગનું એક સૂત્ર]
[૩/૮૧૬] ભગવન્! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોદૂસા, સણ, સરસવ, મૂલકબીજ આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે ભગવન્! ક્યાંથી આવીને ઉપજે છે? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલી’ માફક સંપૂર્ણ તેમજ કહેવા.
[૪/૮૧૭] ભગવન્! વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા, કલ્યાણી, આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, આના પણ મૂલાદિ દશ ઉદ્દેશો ‘શાલી’ માફક કહેવા. માત્ર, દેવો કોઈપણ સ્થાનમાં ઉપજતા નથી. સર્વત્ર ત્રણ લેશ્યા, ૨૬ ભંગ કહેવા.
[૫/૮૧૮] ભગવન્! ઈક્ષુ, ઈક્ષુવાટિકા, વીરણ, ઈક્કડ, ભભાસ, સુંઠ, શત્ત, વેત્ર, તિમિર, સતબોરગ, નલ આના જીવો મૂળરૂપે ઉપજે તો - જેમ વાંસનો વર્ગ [૪] કહ્યો, તેમ આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા કહેવા. માત્ર ‘સ્કંધ’ ઉદ્દેશમાં દેવો ઉપજે છે, લેશ્યા ચાર છે, બાકી પૂર્વવત્.
[૬/૮૧૯] ભગવન્! સેડિય, ભંડિય, કોંતિય, દર્ભ, કુશ, પર્વક, પોદેઈલ, અર્જુન, આષાઢક, રોહિતક, મુતઅ, ખીર, ભુસ, એરંડ, કુરુકુંદ, કરકર, સૂંઠ, વિભંગુ, મધુરયણ, થુરગ, શિલ્પિક, સુંકલીતૃણ આના જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય, અહીં પણ ‘વંશ’ની માફક દશે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા.
[૭/૮૨૦] ભગવન્! અભ્રરૂહ, વાયાણ, હરીતક, તંદુલેય્યક, તૃણ, વત્થુલ, ચોરક, માર્જાણક, પાઈ, ચિલ્લિ, પાલક, દગપ્પિલી, દર્વી, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સર્ષપ, અંબિલશાક, જીવંતક આના જીવો મૂલરૂપે૦ એ પ્રમાણે ‘વંશ’ માફક દશ ઉદ્દેશા કહેવા.
[૮/૮૨૧] ભગવન્! તુલસી, કૃષ્ણદળ, ફણેજ્જા, અજ્જા, ચૂયણા, ચોરા, જીરા, દમણા, મરુયા, ઈંદીવર, શતપુષ્પ આના જીવો જે મૂળપણે ઉત્પન્ન થાય૦ આના પણ દશ ઉદ્દેશા ‘વંશ’ માફક સંપૂર્ણ કહેવા.
આ રીતે આઠ વર્ગના એંશી ઉદ્દેશા થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit