Viyahapannatti 1240
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1240
- Language
- Gujarati
1240
‘ભગવતી’ સૂત્ર-૮૨૩ :– [૨૨/૧/૧ થી ૧૦/૮૨૩]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, સરલ, સારગલ્લ યાવત્ કેતકી, કદલી, ચર્મરૂક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલ, ખજૂર, નારિયેલ આ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ભગવન્! ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશકો ‘શાલી’ માફક કહેવા. - - વિશેષ એ કે - આ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા અને શાખા આ પાંચમાં દેવો ઉત્પન્ન થતા નથી. લેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ, પછીના પાંચમાં દેવો ઉત્પન્ન થાય છે. લેશ્યા ચાર. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથક્ત્વ, અવગાહના મૂળ અને કંદમાં ધનુષ્પૃથક્ત્વ, પુષ્પમાં હસ્ત પૃથક્ત્વ, ફળ-બીજમાં અંગુલ પૃથક્ત્વ, બધાંની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે છે, બાકી ‘શાલી’ માફક. એ રીતે આ દશ ઉદ્દેશાઓ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit