Viyahapannatti 125
Viyāhapannatti: ṭīkānusārī vivecana 125
- Language
- Gujarati
125
વિવેચન :–૮૨
વિમાન, પરિવારાદિથી મહર્દ્ધિક, શરીરાભરણાદિથી મહદ્યુતિક, શરીરપ્રાણથી મહાબલ, યશકીર્તિથી મહાયશ, મહેશ નામનો અથવા મહાસુખવાળો, વિશિષ્ટ વૈક્રિયાદિ અચિંત્ય સામર્થ્યથી મહાનુભાવ, - X - ઉત્પત્તિ - X - કે - X - મરણ સમયે અર્થાત્ જીવતો જ મરવાની તૈયારીવાળો કે શરીરને છોડતો કેટલોક કાળ ખાય નહીં. કેમ? લજ્જા નિમિત્તે, કેમ કે જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થાન જોઈને શરમાય છે, કેમ કે તે સ્થાન દેવભવ કરતાં વિસદૃશ છે, પુરૂષ દ્વારા ભોગવાતી સ્ત્રીનો ગર્ભાશય છે તેથી શરમથી ન ખાય. વળી ધૃણા નિમિત્ત-ઉત્પત્તિ ગંદડકીરૂપ વીર્યાદિથી છે તથા અરતિ પરીષહને લીધે ચેન ન પડવાથી ખાતો નથી. દેવાહાર-તથાવિધ પુદ્ગલો મનથી ગ્રહણ કરવા.
હવે પછીના સમયે આહાર કરે છે, કેમ કે ભૂખની પીડા લાંબો કાળ સહેવાતી નથી - X - આ સૂત્રથી ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદ અભિધાનથી આહાર કાળની અલ્પતા કહી છે. આહાર કર્યા પછી તેનું આયુ ક્ષીણ થતાં જ્યાં મનુષ્યાદિમાં ઉત્પન્ન થવાનું છે, તેનું આયુ અનુભવે છે અથવા તિર્યંચ યોનિકાયુ અનુભવે છે. દેવ-નરક ગતિમાં ઉત્પન્ન ન થાય માટે તેનો નિષેધ છે. ઉત્પત્તિ અધિકારથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit