Viyahapannatti 1250
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1250
- Language
- Gujarati
1250
‘ભગવતી’ સૂત્ર-૮૩૦ :– [૨૩/૧/૧ થી ૧૦/૮૩૦]
ભગવન્! યાવત્ આમ પૂછ્યું – ભગવન્! આલુક, મૂલક, શૃંગબેર, હળદર, રુરુ, કંડરિક, જીરુ, ક્ષીરવિરાલિ, કિટ્ઠિ, કુંદુ, કુષ્ણ કડસુ, મધુ, પયલઈ, મધુશૃંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્નરુહ, બીજરુહ. આમાં જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય છે૦ એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા વંશવર્ગ સમાન કહેવા. વિશેષ એ કે - પરિમાણ, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા ઉપજે છે. હે ગૌતમ! અપહાર - તે અનંતા સમયમાં (પ્રત્યેક સમયે) એક-એક જીવનો અપહાર કરાતા અનંતી અવસર્પિણી, ઉત્સર્પિણી એટલો કાળ અપહાર કરાતા પણ અપહાર ન થાય. સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. બાકી પૂર્વવત્.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit