Pramāṇa · Search · About · API

Viyahapannatti 1251

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1251

Language
Gujarati

1251

‘ભગવતી’ સૂત્ર-૮૩૧ થી ૮૩૪ :– [૨૩/૨ થી ૫/૧ થી ૧૦/૮૩૧] [અનુક્રમે વર્ગ દીઠ એક સૂત્ર] [૨/૮૩૧] ભગવન્‌! લોહી, નીહૂ, થીહૂ, થીભગ, અશ્વકર્ણી, સિંહકર્ણી, સીઉંઢી, મુસુંઢી. આના જીવો ‘મૂળ’રૂપે૦ એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેશા ‘આલુવર્ગ’ માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ’ સમાન કહેવી.
[૩/૮૩૨] ભગવન્‌! આય, કાય, કુહણા, કુંદુક્ક, ઉવ્વેહલિય, સફા, સજ્ઝા, છત્તા, વંશાનિકા, કુમાર આ જીવો મૂલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ ‘મૂળ’ આદિ દશ ઉદ્દેશા ‘આલુવર્ગ’ માફક સંપૂર્ણ કહેવા. માત્ર અવગાહના ‘તાલુવર્ગ’ સમાન કહેવી. ભગવન્‌! તે એમ જ છે.
[૪/૮૩૩] ભગવન્‌! પાઠા, મૃગવાલુંકી, મધુરરસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી, ચંડી આ જીવો મૂલપણે૦ એ પ્રમાણે અહીં પણ ‘મૂલાદિ’ દશ ઉદ્દેશા આલુક વર્ગ સદૃશ કહેવા, અવગાહના વલ્લીવત્‌ કહેવી.
[૫/૮૩૪] ભગવન્‌! માષપર્ણી, મુદ્ગપર્ણી, જીવક, સરસવ, કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નખી, કૃમિરાશી, ભદ્રમુસ્તા, લાંગલી, પંયોદકિર્ણી, પયોદલતા, હરેણુકા, લોહી આ જીવોના ‘મૂલ’રૂપે૦ એ પ્રમાણે આમાં દશ ઉદ્દેશા સંપૂર્ણ ‘આલુકવર્ગ’ સમાન કહેવા.
આ પ્રમાણે આ પાંચ વર્ગોના ૫૦ ઉદ્દેશા કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતાં નથી, લેશ્યા ત્રણ છે. ભગવન્‌! તે એમ જ છે (૨)

Linked texts (1)