Viyahapannatti 1257
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1257
- Language
- Gujarati
1257
વિવેચન :–૮૩૮
કાય સંવેધ દ્વારમાં - સે ણં ભંતે૦ આદિ. ભવાદેશ-ભવ પ્રકારથી, બે ભવ-એક અસંજ્ઞી, બીજો નારક, ત્યાંથી નીકળી અનંતર સંજ્ઞી થાય, પણ અસંજ્ઞી ન થાય. કાલાદેશ-કાલપ્રકારથી. અસંજ્ઞીભવ સંબંધી જઘન્યાયુ નારકમાં ૧૦,૦૦૦ વર્ષ. - X - ઉત્કૃષ્ટમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ, તેમાં પૂર્વભવનું અસંજ્ઞી નારકનું ઉત્કૃષ્ટાયુ પૂર્વકોટી રૂપ ઉમેરવું. - X - X - પર્યાપ્ત આદિ પ્રતીતાર્થ છે. - X - એ રીતે ત્રણ ગમો થયા, તે વિશેષણ રહિત પર્યાપ્તક અસંજ્ઞીને આશ્રીને કહ્યા.
એ પ્રમાણે જઘન્ય સ્થિતિકના ત્રણ, ઉત્કૃષ્ટ સ્થિતિકના ત્રણ, બંને કહેવા. આ રીતે નવ ગમ થયા. તેમાં જઘન્યસ્થિતિક અસંજ્ઞી આશ્રીત સામાન્ય નારકગમ કહે છે. - X - તેમાં આયુ અંતર્મુહૂર્ત્ત, અધ્યવસાય સ્થાન અપ્રશસ્ત, અંતર્મુહૂર્ત્ત સ્થિતિથી છે. દીર્ઘ સ્થિતિથી, તેના બમણાં પણ સંભવે અનુબંધ, સ્થિતિ સમાન જ છે. કાય સંવેધમાં નારકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ, સ્થિતિથી ઉપર અંતર્મુહૂર્ત્ત કહેવું.
એ પ્રમાણે જઘન્ય સ્થિતિકનો જઘન્ય સ્થિતિકોમાં ઉત્પાદ છે ઈત્યાદિ.
હવે સંજ્ઞીનો તે પ્રમાણે જ ઉત્પાદ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit