Pramāṇa · Search · About · API

Viyahapannatti 1258

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1258

Language
Gujarati

1258

‘ભગવતી’ સૂત્ર-૮૩૯ :– [૨૪/–/૧/૮૩૯]
૧. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાત૦ થી? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચથી ઉપજે. અસંખ્યાત૦ નહીં.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી૦ યાવત્‌ ઉપજે? તો જલચરથી ઉપજે૦ પ્રશ્ન? ગૌતમ! જલચરથી ઉપજે, જેમ અસંજ્ઞી યાવત્‌ પર્યાપ્તાથી ઉપજે, અપર્યાપ્તાથી નહીં. ભગવન્‌! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-યોનિક, જે નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે હે ભગવન્‌! કઈ પૃથ્વીમાં ઉપજે? ગૌતમ! સાતે પૃથ્વીમાં-રત્નપ્રભાદિ.
ભગવન્‌! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ.
ભગવન્‌! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? અસંજ્ઞીવત્‌. ભગવન્‌! તે જીવોના શરીરો કયા સંઘયણવાળા છે? ગૌતમ! છ સંઘયણી. તે આ - વજ્રઋષભનારાચ સંઘયણી યાવત્‌ સેવાર્ત્ત સંઘયણી. શરીરાવગાહના, અસંજ્ઞીવત્‌. જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન.
ભગવન્‌! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે? છ સંસ્થાને. તે આ - સમચતુરસ્ર, ન્યગ્રોધ યાવત્‌ હુંડક.
ભગવન્‌! તે જીવોને કેટલી લેશ્યા છે? ગૌતમ! છ - કૃષ્ણ યાવત્‌ શુક્લ લેશ્યા. દૃષ્ટિ ત્રણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ત્રણે. બાકી બધું અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુદ્ઘાતો પહેલા પાંચ છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવત્‌ યાવત્‌ ભગવન્‌! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્‌ તિર્યંચયોનિક રત્નપ્રભા૦ યાવત્‌ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે યાવત્‌ કરે.
૨-પર્યાપ્તા સંખ્યાત યાવત્‌ જઘન્ય કાળ ભવિક યાવત્‌ તે હે ભગવન્‌! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં યાવત્‌ ઉપજે.
ભગવન્‌! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવસેસ કહેવું યાવત્‌ કાલાદેશથી - X - યાવત્‌ કરે.
૩-તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધું પહેલાં ગમ પ્રમાણે જાણવું. - X - X -
૪-ભગવન્‌! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્‌ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ.
ભગવન્‌! તે જીવો૦ બાકી પહેલા ગમ મુજબ. વિશેષ આ - આ આઠમાં વિશેષતા છે - શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ્‌ પૃથક્‌ત્વ. લેશ્યા – પહેલી ત્રણ, મિથ્યાદૃષ્ટિ, નિયમા બે અજ્ઞાન-જ્ઞાની નહીં, પહેલાં ત્રણ સમુદ્ઘાત, આયુ, અધ્યવસાય, અનુબંધ ત્રણે અસંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ - X - જાણવું.
(૫) જો તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો.
(૬) ભગવન્‌! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુવાળા યાવત્‌ તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, હે ભગવન્‌! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે.
ભગવન્‌! તે જીવો પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત પહેલા ગમ મુજબ જાણવું. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્‌ કાલાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી આદિ - X -
(૭) જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્‌! તે જીવો સાતમાં ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્‌ ભવાદેશ પણ યાવત્‌ કાલાદેશથી - X -
(૮) ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પર્યાપ્ત યાવત્‌ તિર્યંચ યોનિકમાં હે ભગવન્‌! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવત્‌ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્‌! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્‌! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્‌ ભવાદેશથી યાવત્‌ કાલાદેશથી - X -
આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉત્ક્ષેપ-નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા.

Linked texts (1)