Viyahapannatti 1263
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1263
- Language
- Gujarati
1263
વિવેચન :–૮૪૧, ૮૪૨
ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા હોય, તેથી ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અવધિ આદિથી પતિત કોઈ નારકમાં ઉત્પન્ન થાય, માટે ચાર જ્ઞાનો. - X - જઘન્યથી માસ પૃથક્ત્વ, કેમકે બે માસ અંતર્વર્તી આયુવાળો નરકે ન જાય. જઘન્ય નરકાયુ ૧૦,૦૦૦ વર્ષ. જઘન્ય નરકે જનાર માટે માસ પૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ માટે ચાર સાગરોપમ અને ચાર પૂર્વ કોટી અધિક કહ્યું, તેમાં અધિકતા મનુષ્યાયુને આશ્રીને છે. અર્થાત્ મનુષ્ય થઈ ચાર વખત જ અનેક પૃથ્વીમાં નારક થાય, પછી તિર્યંચ જ થાય.
જઘન્યકાળ સ્થિતિક ઔઘિકમાં આ પાંચ વિશેષતા છે – શરીરાવગાહના અંગુલ પૃથક્ત્વ, - X - ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ, જઘન્ય સ્થિતિક જ આની હોવાથી. - X - પહેલા પાંચ સમુદ્ઘાત, જઘન્ય સ્થિતિ વડે એમ સંભવે છે. - X - સ્થિતિ અને અનુબંધ જઘન્ય-ઉત્કૃષ્ટ માસ પૃથક્ત્વ છે. બાકીના ગમો સ્વયં સમજી લેવા. - - શર્કરાપ્રભાની વક્તવ્યતા–
બે હાથ પ્રમાણથી હીન બીજીમાં ઉત્પન્ન ન થાય. બે વર્ષાયુથી હીન આયુવાળા બીજીમાં ઉત્પન્ન ન થાય. ઔઘિકમાં ત્રણ ગમ કહેવા. આમાં અનંતરોક્ત મનુષ્યની પરિમાણ, સંહનનાદિ પ્રાપ્તિ છે. ફરક આ પ્રમાણે છે – નારક સ્થિતિ કાલાદેશથી અને કાયસંવેધ જાણવો. તેમાં પહેલા ગમમાં સ્થિતિ આદિ લખ્યા, બીજામાં ઔઘિક જઘન્યસ્થિતિમાં નારક સ્થિતિ બંને સાગરોપમકાળ છે, સંવેધ જઘન્યથી વર્ષ પૃથક્ત્વાધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ, ત્રીજીમાં પણ એમ જ છે. માત્ર જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાર સાગરોપમ કહેવું.
ચોથી આદિ ત્રણ ગમમાં સંવેધ - તે જઘન્ય સ્થિતિક ઔઘિક મુજબ, કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથક્ત્વાધિક સાગરોપમ. ઉત્કૃષ્ટ બાર સાગરોપમ અને ચાર વર્ષ પૃથક્ત્વાધિક. ઈત્યાદિ જાણવું - X - સપ્તમ આદિ ગમત્રયમાં આટલી વિશેષતા - શરીરાવગાહના - X - ૫૦૦ ધનુષ્ ઈત્યાદિ.
તિર્યંચ સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત મનુષ્યગમમાં મનુષ્ય સ્થિતિ જઘન્યથી બીજી આદિમાં જનારને વર્ષ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટ પૂર્વકોટી.
સાતમી પૃથ્વીમાં પહેલા ગમમાં ૩૩-સાગરોપમ, પૂર્વકોડી અધિક કહ્યું, તે ઉત્કૃષ્ટ કાયસંવેધ છે. આટલો કાળ જ જાણવો. - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit