Viyahapannatti 1262
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1262
- Language
- Gujarati
1262
‘ભગવતી’ સૂત્ર-૮૪૧, ૮૪૨ :– [૨૪/–/૧/૮૪૧, ૮૪૨]
[૮૪૧] મનુષ્યથી આવીને ઉપજે તો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી મનુષ્યથી? ગૌતમ! સંજ્ઞીથી, અસંજ્ઞીથી નહીં.
જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી કે અસંખ્યાત૦ થી ઉપજે? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુ૦ થી નહીં.
જો સંખ્યાત વર્ષાયુ૦ યાવત્ ઉપજે તો પર્યાપ્ત સંખ્યાત૦ થી અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુથી? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુવાળામાંથી નહીં.
ભગવન્! જે પર્યાપ્ત સંખ્યાયુષ્ક૦ સંજ્ઞી મનુષ્ય નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી પૃથ્વીમાં ઉત્પન્ન થાય? ગૌતમ! સાતે પૃથ્વીમાં ઉપજે. - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી.
ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્ય જે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાગરોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. સંઘયણ-છ. શરીરાવગાહના જઘન્યથી અંગુલ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ એ પ્રમાણે બાકીનું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક યાવત્ ભવાદેશથી. વિશેષ એ કે ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. સમુદ્ઘાત છ. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથક્ત્વ-ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા માસ પૃથક્ત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ આટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો તે જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષ અધિક ચાર પૂર્વ કોડી. -તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથક્ત્વ અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિ૦ આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - આ પાંચમાં અંતર છે. શરીરાવગાહના જઘન્યા અંગુલ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટી તેમજ. ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન ભજનાએ. પાંચ સમુદ્ઘાતો. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા માસ પૃથક્ત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથક્ત્વ અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળસ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા ચોથા ગમ સમાન જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથક્ત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર માસ પૃથક્ત્વ અધિક ૪૦ હજાર વર્ષ. આટલો કાળ રહે.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ ગમ છે. માત્ર કાલાદેશથી જઘન્યા સાગરોપમ અને માસ પૃથક્ત્વ અધિક, ઉત્કૃષ્ટી ચાર માસ પૃથક્ત્વ અધિક ચાર સાગરોપમ યાવત્ રહે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મીને૦ પહેલાં ગમ માફક જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યા ૫૦૦ ધનુષ્, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુષ્. સ્થિતિ જઘન્યા અને ઉત્કૃષ્ટી પૂર્વ કોડી. એમ અનુબંધ જાણવો. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષાધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ યાવત્ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, સાતમા ગમની વક્તવ્યતા જાણવી. માત્ર કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષાધિક ચાર પૂર્વ કોડી૦ - X -
તે જ ઉત્કૃષ્ટી કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો૦ સાતમા ગમ મુજબની વક્તવ્યતા. માત્ર કાલાદેશથી પૂર્વકોડી અધિક જઘન્યા સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ.
[૮૪૨] પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી હે ભગવન્! જે શર્કરાપ્રભામાં નૈરયિકરૂપે યાવત્ ઉત્પન્ન થાય, તે ભગવન્! કેટલો યાવત્ ઉપજે. ગૌતમ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. ભગવન્! તે જ૦ રત્નપ્રભા પૃથ્વીના ગમ મુજબ જાણવું. માત્ર શરીરાવગાહના જઘન્યથી રત્ની પૃથક્ત્વ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુષ્, સ્થિતિ જઘન્યા વર્ષ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી, એ પ્રમાણે અનુબંધ પણ કહેવો. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશથી, કાલાદેશથી જઘન્યા વર્ષ પૃથક્ત્વ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટી ૪ પૂર્વકોડી અધિક ૧૨ સાગરોપમ
એ પ્રમાણે આ ઔઘિકમાં ત્રણે ગમમાં મનુષ્યની કહેવી. માત્ર નૈરયિક સ્થિતિ કાલાદેશથી અને સંવેધ જાણવો.
જો તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય૦ ઉત્પન્ન થાય, તો ત્રણે ગમોમાં પૂર્વવત્ જ. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી રત્નિ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથક્ત્વ, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું ઔઘિક મુજબ. સંવેધ પણ ઉપયોગપૂર્વક સમજવો.
જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિક હોય, તેને પણ ત્રણે ગમોમાં પૂર્વવત્. આટલી વિશેષતા - શરીરાવગાહના જઘન્યથી - ઉત્કૃષ્ટથી પણ ૫૦૦ ધનુષ્, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, અનુબંધ પણ તેમજ છે. બાકી બધું પહેલા ગમ મુજબ. વિશેષ - નૈરયિક સ્થિતિ અને કાય સંવેધ જાણવા.
એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી. માત્ર ત્રીજી પૃથ્વીથી એક એક સંઘયણ ઘટે છે. તેમ તિર્યંચયોનિક માફક જાણવું. કાલાદેશ પણ તેમજ છે. માત્ર મનુષ્યસ્થિતિ કહેવી.
ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન્! કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યા ૨૨-સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન્! તે જીવો એક સમયમાં૦ શેષ તેમજ, શર્કરાપ્રભા પૃથ્વી ગમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને સ્ત્રીવેદક ન ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય ૨૨-સાગરોપમ અને વર્ષ પૃથક્ત્વ અધિક, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ - સ્થિતિ અને સંવેધ જાણવા.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ - સંવેધ જાણવો.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમકોમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને રત્નિપૃથક્ત્વ. સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથક્ત્વ. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ત્રણે ગમકમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ૫૦૦ ધનુષ્, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પૂર્વ કોડી, એ રીતે અનુબંધ પણ છે. આ નવે ગમકોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે યાવત્ નવ ગમકમાં કાલાદેશથી જઘન્ય ૩૩-સાગરોપમ,પૂર્વકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે-ગમનાગમન કરે. ભ૦! તેમ જ છે
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit