Viyahapannatti 1271
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1271
- Language
- Gujarati
1271
વિવેચન :–૮૪૬
‘વ્યુત્ક્રાંતિ’ આદિથી સૂચિત આ છે – શું એકેન્દ્રિય તિર્યંચ યોનિકમાં ઉપજે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે? ગૌતમ! પાંચેમાં ઉપજે. ત્રીજા ગમકમાં - X - ઉત્કૃષ્ટ સ્થિતિમાં એકાદિ અસંખ્યાતા ઉપજે-ઉત્કૃષ્ટ સ્થિતિમાં અલ્પત્વથી એકાદિનો ઉત્પાદ પણ સંભવે. ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણમાં - આમ જાણવું. જેમાં સંવેધ બે પક્ષ મધ્યે એકત્ર પક્ષે ઉત્કૃષ્ટા સ્થિતિ હોય, તેમાં ઉત્કર્ષથી આઠ ભવગ્રહણ, બીજે અસંખ્ય ભવ થાય. તેથી આ ઉત્પત્તિ વિષય ભૂત જીવોમાં ઉત્કૃષ્ટા સ્થિતિથી ઉત્કર્ષથી આઠ ભવ. એ પ્રમાણે આગળ પણ વિચારવું.
૨૨,૦૦૦ વર્ષને આઠ ભવથી ગુણતાં ૧,૭૬,૦૦૦ વર્ષ થાય. ચોથા ગમમાં ત્રણ લેશ્યા છે. કેમકે જઘન્ય સ્થિતિકમાં દેવો ન ઉપજે માટે તેજોલેશ્યા તેમાં નથી. છઠ્ઠા ગમકમાં ૮૮,૦૦૦ વર્ષ, તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકને ચાર ગણું કરીને ઉત્પન્નત્વથી ૨૨,૦૦૦ X ૪ થી થાય, ચાર અંતર્મુહૂર્ત્ત થાય. નવમાં ગમકમાં ૨૨,૦૦૦ વર્ષને બે ભવ ગ્રહણથી ગુણતાં ૪૪,૦૦૦ વર્ષ થાય.
એ પ્રમાણે પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકથી ઉત્પાદ, હવે અપ્કાયિક કહે છે. તેના સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી ચાર ભેદ કહ્યા. સંવેધ ત્રીજા, છઠ્ઠામાં ભવાદેશથી જઘન્યથી સંવેધ બધાં ગમકમાં બે ભવ ગ્રહણરૂપ છે, ઉત્કૃષ્ટમાં તેમાં વિશેષ છે - ત્રીજા આદિમાં સૂત્રોક્ત આઠ ભવ સંવેધ લેવો. - X - X - બાકીના ચારમાં ઉત્કર્ષથી અસંખ્ય ભવ ગ્રહણ કેમકે એકત્ર પક્ષે ઉત્કૃષ્ટ સ્થિતિનો અભાવ છે.
ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્યથી ૨૨,૦૦૦ વર્ષ છે, કેમકે પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ સ્થાન રૂપની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેમાં અપ્કાયિકની તેમાં ઉત્પત્તિથી ઔઘિકપણે પણ જઘન્યકાળથી અંતર્મુહૂર્ત્ત સ્થિતિ વધે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિથી પૃથ્વીકાયિકના ચાર ભવોથી અને અપ્કાયિકનો ઔઘિકત્વમાં પણ ઉત્કૃષ્ટ કાળ ગણતાં ૭૦૦૦ તે બંનેને ચાર વડે ગુણતાં ૮૮,૦૦૦ અને ૨૮,૦૦૦ મળીને ૧,૧૬,૦૦૦ કહ્યા.
છઠ્ઠા ગમકમાં જઘન્ય સ્થિતિક ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્ત્તને, ૨૨,૦૦૦ વર્ષને પ્રત્યેકને ચાર ભવગ્રહણથી ગુણતા સૂત્રોક્ત કાળ આવે વિશેષ એ - નવમાં ગમમાં જઘન્યથી ૨૯,૦૦૦ વર્ષ અપ્કાયિક અને પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિના મળવાથી આવે.
હવે તેજસ્કાયિકથી પૃથ્વીકાયિકમાં ઉત્પાદ કહે છે – અહીં દેવોના ઉત્પાદ અભાવે તેજોલેશ્યા અભાવથી ત્રણ લેશ્યા કહી. સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટી ત્રણ અહોરાત્ર. ત્રીજા ગમમાં ઔઘિક તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પૃથ્વીકાયમાં ઉપજે. એ એક પક્ષની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કર્ષથી આઠ ભવગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયિકના ઉત્કૃષ્ટ ભવગ્રહણમાં ૮૮,૦૦૦ વર્ષ થાય, ચારેમાં તેઉકાયની ઉત્કર્ષથી ત્રણ રાત્રિના પરિમાણથી બાર અહોરાત્ર થાય. સંવેધ - છથી નવમાં ગમમાં આઠ ભવગ્રહણ, તેમાં કાળમાન, યથાયોગ્ય લેવું. બાકીના ગમોમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવોનો કાળ પણ અસંખ્યાત થાય છે.
હવે વાયુકાયિકમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - ૧૦૦૦ વર્ષ વડે સંવેધ કરવો. વાયુકાયની ઉત્કર્ષથી ૩૦૦૦ વર્ષ સ્થિતિ કહેવી. અહીં આઠ ભવ ગ્રહણ છે, તેમાં ચાર ભવમાં ૮૮,૦૦૦ વર્ષ, બીજા ચાર ભવમાં વાયુના ૩૦૦૦ વર્ષને ચારથી ગુણતા ૧૨,૦૦૦ વર્ષ, બંને મળીને એક લાખ વર્ષ થશે. જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે, ત્યાં ઉત્કર્ષથી આઠ ભવ, બીજે અસંખ્યાત. આના અનુસારે કાળ પણ કહેવો.
હવે વનસ્પતિમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - અપ્કાયવત્ નવ ગમક છે. વિશેષ આ - સંસ્થાન વિવિધ પ્રકારે છે. પહેલામાં ઔઘિકમાં અને છેલ્લા ગમમાં ઉત્કૃષ્ટ સ્થિતિક અવગાહના - X - અંગુલનો અસંખ્યાત ભાગ માત્ર. સ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે સંવેધ પણ જાણવો. આ ગમમાં ઉત્કર્ષથી આઠ ભવ ગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયના, ચાર વનસ્પતિકાયના, તેમાં ચાર પૃથ્વી ભવમાં ઉત્કૃષ્ટમાં ૮૮,૦૦૦ વર્ષ, વનસ્પતિકાયમાં ચાર ભવમાં ૪૦,૦૦૦ વર્ષ. બંનેથી ૧,૨૮,૦૦૦ પ્રમાણ થશે.
હવે દ્વીન્દ્રિયથી ઉત્પાદ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit