Pramāṇa · Search · About · API

Viyahapannatti 1272

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1272

Language
Gujarati

1272

‘ભગવતી’ સૂત્ર-૮૪૭ :– [૨૪/–/૧૨/૮૪૭]
જો બેઈન્દ્રિયથી ઉપજે તો શું પર્યાપ્તા બેઈન્દ્રિયથી ઉપજે કે અપર્યાપ્તથી? ગૌતમ! બંનેમાંથી આવીને ઉપજે. - - ભગવન્‌! જે બેઈન્દ્રિય પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉપજે.
ભગવન્‌! તે જીવો એક સમયમાં૦? ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત. સેવાર્ત્ત સંઘયણ, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૨ યોજન હુંડક સંસ્થાન, ત્રણ લેશ્યા, સમ્યગ્‌દૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ, બે જ્ઞાન - બે અજ્ઞાન નિયમા, વચન અને કાયયોગી, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, બે ઈન્દ્રિય - જીહ્વા અને સ્પર્શ, ત્રણ સમુદ્ઘાત, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ. વિશેષ એ કે સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટથી બાર વર્ષ, એ રીતે અનુબંધ. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ, આટલો કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા. વિશેષ એ - ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્ય ૨૨,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ અધિક, ૮૮,૦૦૦ વર્ષ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્ય સ્થિતિક જન્મે. તેને પણ આ જ વક્તવ્યતા ત્રણે ગમકમાં કહેવી. વિશેષ આ - સાતમાં અંતર છે. શરીરા-વગાહના પૃથ્વીકાયિકવત્‌, માત્ર મિથ્યાદૃષ્ટિ, બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, સ્થિતિ - સ્થિતિ માફક, સંવેધ. પહેલા બે ગમકમાં તે પ્રમાણે જ. ત્રીજા ગમકમાં ભવાદેશથી તેમજ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ૮૮,૦૦૦.
તે જ સ્વયં ઉત્કૃષ્ટકાલ સ્થિતિક જન્મે, આના પણ ઔઘિક ગમક સમાન ત્રણ ગમકો કહેવા. માત્ર ત્રણે ગમકમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૨ વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી ઉપયોગથી કહેવું યાવત્‌ નવમાં ગમકમાં જઘન્યથી ૧૨ વર્ષ અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ. આટલો કાળ રહે.
જો તેઈન્દ્રિયથી આવીને ઉપજે તો આ પ્રમાણે જ નવગમકો કહેવા. વિશેષ આ - પહેલાં ત્રણ ગમકોમાં શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, ત્રણ ઈન્દ્રિયો, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી ૪૯ રાત્રિ દિવસ. ત્રીજા ગમમાં કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત્ત. અધિક ૨૨,૦૦૦ વર્ષ - ઉત્કૃષ્ટથી ૯૬ રાત્રિદિવસ અધિક ૮૮,૦૦૦ વર્ષ. મધ્યના ત્રણ ગમકો તેમજ છે. છેલ્લા ત્રણ ગમકો તેમજ છે. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી ૪૯ રાત્રિદિવસ, ઉત્કૃષ્ટથી પણ તેમજ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
જો ચઉરિન્દ્રિયથી આવીને ઉપજે તો એ જ રીતે નવે ગમકો કહેવા. માત્ર આ સ્થાનોમાં અંતર છે – શરીરાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ, સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત્ત-ઉત્કૃષ્ટ છ માસ. એ રીતે અનુબંધ, ચાર ઈન્દ્રિયો, બાકી પૂર્વવત્‌ યાવત્‌ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૨૪-માસ અધિક ૮૮,૦૦૦ વર્ષ આટલો કાળ રહે.
જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે કે અસંજ્ઞી પંચે૦ થી? ગૌતમ! બંનેથી. - જો અસંજ્ઞી પંચેન્દ્રિયથી૦ તો જલચરથી આવીને ઉપજે કે યાવત્‌ અપર્યાપ્તાથી આવીને ઉપજે? ગૌતમ! પર્યાપ્તાથી પણ અને અપર્યાપ્તાથી પણ આવીને ઉપજે.
ભગવન્‌! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ૦? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ.
ભગવન્‌! તે જીવો૦? બેઈન્દ્રિયના ઔઘિક સમાન કહેવા. માત્ર શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. પંચેન્દ્રિયોની સ્થિતિ, અનુબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્‌. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષાધિક ચાર પૂર્વ કોડી, આટલો કાળ રહે.
નવે ગમકોમાં કાયસંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશ ઉપયોગપૂર્વક કહેવો. વિશેષ આ - ત્રણ ગમકોમાં જેમ બેઈન્દ્રિયના મધ્યમ ત્રણ ગમકો સમાન અને છેલ્લા ત્રણ ગમકોમાં પ્રથમ ત્રણ ગમક સમાન કહેવું. વિશેષ - સ્થિતિ, અનુબંધ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, બાકી પૂર્વવત્‌ યાવત્‌ નવમાં ગમકમાં જઘન્ય પૂર્વકોડી, ૨૨,૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટમાં ૮૮,૦૦૦ વર્ષાધિક ચાર પૂર્વકોડી, આટલો કાળ રહે.
જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો સંખ્યાત વર્ષાયુથી કે અસંખ્યાત વર્ષાયુથી આવે? ગૌતમ! સંખ્યાત વર્ષાયુથી જ આવે.
જો સંખ્યાત વર્ષાયુથી આવે તો શું જલચરથી આવે? બાકીનું અસંજ્ઞીવત્‌ કહેવું યાવત્‌ ભગવન્‌! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર સંજ્ઞીમાં કહ્યું, તેમ અહીં કહેવું. વિશેષ એ કે - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. બાકી પૂર્વવત્‌ યાવત્‌ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષાધિક ચાર પૂર્વકોડી, આટલો કાળ રહે.
સંવેધ, નવે ગમકોમાં અસંજ્ઞી માફક સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા ત્રણ અને વચલા ત્રણ ગમકોમાં તેમ જ, પણ આ નવમાં અંતર છે - અવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે, ત્રણ લેશ્યા, મિથ્યાદૃષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગી, ત્રણ સમુદ્ઘાત, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત, અપ્રશસ્ત અધ્યવસાય, અનુબંધ સ્થિતિ માફક, બાકી પૂર્વવત્‌. છેલ્લા ત્રણે ગમકમાં-પ્રથમ ગમકવત્‌. માત્ર સ્થિતિ, અનુબંધ, જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી, બાકી પૂર્વવત્‌.

Linked texts (1)