Pramāṇa · Search · About · API

Viyahapannatti 1273

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1273

Language
Gujarati

1273

વિવેચન :–૮૪૭
બેઈન્દ્રિયમાં બાર યોજન કહ્યું તે શંખને આશ્રીને છે. - X - સાસ્વાદન સમ્યક્ત્વ અપેક્ષાએ સમ્યગ્‌દૃષ્ટિ પણ કહ્યા. આ વક્તવ્ય ઔઘિક બેઈન્દ્રિયના ઔઘિક પૃથ્વીકાયિકમાં ઉત્પાત્‌ની છે. - X - સંવેધમાં વિશેષથી કહે છે – નવરં આદિ. આઠ ભવ ગ્રહણ, એક પક્ષના ઉત્કૃષ્ટ સ્થિતિપણાથી છે. ચાર ભવ બેઈન્દ્રિયમાં કરતા બાર વર્ષ પ્રમાણે ૪૮-વર્ષ થાય, તેની અધિકતા પૂર્વક ૮૮,૦૦૦ વર્ષ એમ ઉત્કૃષ્ટમાં જાણવા. બીજા ગમકમાં આ જ વક્તવ્યતા છે.
જઘન્ય સ્થિતિકપણે સાસ્વાદન સમ્યગ્‌દૃષ્ટિના અભાવે ‘નો સમ્મદ્દિટ્ઠિ’ કહ્યું. - X - અજ્ઞાન બે કહ્યા, - X - યોગ દ્વારમાં બે યોગ કહ્યા. - X - સ્થિતિ અંતર્મુહૂર્ત્ત કહી, આ પ્રમાણે સૂત્ર મુજબ સાત વિશેષતા જાણવી.
કાલાદેશથી - પ્રથમ ગમકમાં ઉત્કૃષ્ટ ૪૮ વર્ષાધિક ૮૮,૦૦૦ વર્ષ, બીજા ગમકમાં ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ૪૮ વર્ષ, ત્રીજા ગમકમાં સંવેધ લખ્યો છે.
તેઈન્દ્રિયથી તેમનો ઉત્પાદ કહે છે – અહીં ત્રીજા ગમકમાં આઠ ભવ, તેમાં ચાર તેઈન્દ્રિયભવોમાં ઉત્કૃષ્ટથી ૪૯ રાત્રિદિવસ પ્રમાણથી ૧૯૬ રાત્રિદિવસ થાય. મધ્યમના ત્રણ ગમક મધ્યમના દ્વીન્દ્રિય ગમવત્‌ છે. સંવેધ પાછળના ૩ ગમકમાં ભવાદેશથી ઉત્કર્ષથી પ્રત્યેકમાં આઠ ભવગ્રહણ, કાલાદેશથી પાછલા ત્રણ ગમકમાં - પહેલા અને ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટથી ૯૬ રાત્રિ દિવસ અધિક ૮૮,૦૦૦ વર્ષ, બીજામાં ૪ અંતર્મુહૂર્ત્ત અધિક ૧૯૬ દિવસ.
હવે ચઉરિન્દ્રિયમાંથી તેનો ઉત્પાદ કહે છે – અવગાહનાદિમાં બેઈન્દ્રિય-તેઈન્દ્રિયની અપેક્ષાએ જે વિશેષતા છે તે કહી છે - X -
પંચેન્દ્રિય તિર્યંચમાંથી તેનો ઉત્પાદ કહે છે – ઉત્કર્ષથી પંચેન્દ્રિય તિર્યંચના નિરંતર આઠ ભવો થાય. એ રીતે સમાન બીજા ભવની સાથે આઠ જ ભવ થાય માટે ઉત્કૃષ્ટ આઠ ભવ કહ્યા. કાલાદેશથી પહેલા ગમમાં કાળથી સંવેધ સૂત્રમાં દર્શાવેલ જ છે. બીજામાં ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વ કોટી, ત્રીજામાં ૧૦૮૮ આદિ સૂત્રાનુસાર જાણવા.
હવે સંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે કહે છે, સંવેધ નવે ગમોમાં જેમ અસંજ્ઞીનો છે, તેમજ નિરવશેષ અહીં કહેવો. અસંજ્ઞી અને સંજ્ઞીનો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારને જઘન્યાયુ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કર્ષથી પૂર્વકોટી આયુ છે. લદ્ધિ - પરિમાણ, સંહનનાદિ પ્રાપ્તિ. - X - X - જે રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર છે, તેની જેમ મધ્યમ ગમકમાં આ જ લબ્ધિ છે. માત્ર નવ સ્થાને અંતર છે, તે સ્થાનો આ છે – અવગાહના, લેશ્યા, દૃષ્ટિ, અજ્ઞાન, યોગ, સમુદ્ઘાત, સ્થિતિ, અધ્યવસાય, અનુબંધ. - હવે મનુષ્યને વિશે કહે છે–

Linked texts (1)