Viyahapannatti 1274
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1274
- Language
- Gujarati
1274
‘ભગવતી’ સૂત્ર-૮૪૮ :– [૨૪/–/૧૨/૮૪૮]
જો મનુષ્યથી આવીને (પૃથ્વીકાયિકમાં) ઉપજે, તો શું સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી૦ થી? ગૌતમ! બંનેમાંથી ઉપજે.
ભગવન્! અસંજ્ઞી મનુષ્ય, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિથી ઉપજે? અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની જઘન્ય કાળસ્થિતિના ત્રણ ગમકો કહ્યા, તેમ આના ઔઘિક ત્રણ ગમકો તે પ્રમાણે જ સંપૂર્ણ કહેવા. બાકીના છ ન કહેવા.
જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો સંખ્યાત વર્ષાયુષ્કથી આવીને ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કથી? ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્કથી.
જો સંખ્યાત વર્ષાયુવાળાથી ઉપજે તો પર્યાપ્તાથી આવીને ઉપજે કે અપર્યાપ્તાથી? ગૌતમ! પર્યાપ્ત-અપર્યાપ્ત૦ બંનેથી.
ભગવન્! સંજ્ઞી મનુષ્ય, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાલ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિકમાં.
ભગવન્! તે જીવો૦? રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર જેમ કહ્યા, તેમ ત્રણે ગમકમાં પ્રાપ્તિ કહેવી. વિશેષ આ - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી, એ રીતે અનુબંધ, સંવેધ, નવે ગમકમાં સંજ્ઞી પંચેન્દ્રિયવત્ છે. મધ્યમ ત્રણ ગમકમાં પ્રાપ્તિ સંજ્ઞી પંચેન્દ્રિય માફક છે, બાકી બધું સંપૂર્ણ તેમજ કહેવું. છેલ્લા ત્રણ ગમક, ઔઘિક ગમ માફક કહેવા. વિશેષ એ કે – અવગાહના જઘન્યા ૫૦૦ ધનુષ્, ઉત્કૃષ્ટી-૫૦૦ ધનુષ્. સ્થિતિ અને અનુબંધ જઘન્યા અને ઉત્કૃષ્ટી બંને પૂર્વકોટી. બાકી પૂર્વવત્. માત્ર પાછલા ગમકોમાં સંખ્યાતા જ ઉપજે છે.
જો દેવથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી આવીને ઉપજે કે વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી.
જો ભવનવાસી દેવથી આવીને ઉપજે તો અસુરકુમાર ભવનવાસીથી આવીને ઉપજે કે યાવત્ સ્તનિતકુમારથી? ગૌતમ! દશેથી.
ભગવન્! જે અસુરકુમાર પૃથ્વીકાયિકમાં ઉપજવા યોગ્ય હોય તો કેટલાં કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ. - - ભગવન્! તે જીવો૦ પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે.
ભગવન્! તે જીવોના શરીર કયા સંઘયણે છે? ગૌતમ! છ સંઘયણ, અસંઘયણી યાવત્ પરિણમે છે. - - ભગવન્! તે જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે? ગૌતમ! બે ભેદે - ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત રત્ની, તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન.
ભગવન્! તે જીવોના શરીર કયા આકારે છે? ગૌતમ! બે ભેદે – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ર સંસ્થિત છે. જે ઉત્તરવૈક્રિય છે, તે વિવિધાકારે છે.
લેશ્યા ચાર, દૃષ્ટિ ત્રણે, ત્રણ જ્ઞાન નિયમા – ત્રણ અજ્ઞાન ભજનાએ. યોગ ત્રણે, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ સમુદ્ઘાત, બંને વેદના, સ્ત્રી અને પુરુષ વેદ, સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ, અધ્યવસાય અસંખ્ય-પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ, ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ. જઘન્યા અને ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષાધિક સાગરોપમ. આ પ્રમાણે નવે ગમકો જાણવા, માત્ર મધ્યના અને છેલ્લા ત્રણે ગમકોમાં અસુરકુમારોની સ્થિતિ વિશેષ જાણવી, બાકી ઔઘિક મુજબ પ્રાપ્તિ. કાયસંવેધ જાણવો જોઈએ. બધે બે ભવગ્રહણ યાવત્ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્યા ૨૨,૦૦૦ વર્ષાધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ.
જે નાગકુમાર પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય તેમાં આ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. વિશેષ આ - જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી દેશોન બે પલ્યોપમ, એ રીતે અનુબંધ પણ છે કાલાદેશથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષાધિક દેશોન બે પલ્યોપમ. એ રીતે નવે ગમકો અસુરકુમારના ગમક સમાન છે. માત્ર સ્થિતિ કાલાદેશથી જાણવી. આ પ્રમાણે સ્તનિત કુમાર પર્યન્ત આ કહેવું.
જો વ્યંતરથી આવીને ઉપજે તો શું પિશાચથી આવીને કે યાવત્ ગંધર્વથી? ગૌતમ! પિશાચ યાવત્ ગંધર્વ, બધાંથી ઉપજે.
ભગવન્! વ્યંતર દેવ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તેના અસુરકુમાર સમાન નવે ગમકો કહેવા. વિશેષ આ - સ્થિતિ અને કાલાદેશે જાણવો. સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી પલ્યોપમ.
જો જ્યોતિષ્ક દેવોથી આવીને ઉપજે તો શું ચંદ્રવિમાનથી આવીને ઉપજે કે તારાવિમાનથી? ગૌતમ! તે પાંચેથી. - - ભગવન્! જે જ્યોતિષ્ક દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય૦? અસુરકુમારવત્ લબ્ધિ કહેવી. માત્ર એક તેજોલેશ્યા છે. ત્રણ જ્ઞાન - ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ - જઘન્યા પલ્યોપમનો આઠમો ભાગ. ઉત્કૃષ્ટી ૧૦૦૦ વર્ષ અધિક પલ્યોપમ. એ રીતે અનુબંધ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષાધિક પલ્યોપમ. આ રીતે બાકીના આઠ ગમકો પણ કહેવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણવો.
જો વૈમાનિક દેવોથી આવીને ઉપજે તો શું કલ્પોપગથી કે કલ્પાતીતથી આવીને? ગૌતમ! કલ્પોપગથી, કલ્પાતીતથી નહીં.
જો કલ્પોપગથી આવીને ઉપજે, તો શું સૌધર્મકલ્પથી કે યાવત્ અચ્યુતકલ્પથી આવીને ઉપજે? ગૌતમ! સૌધર્મ અને ઈશાન કલ્પથી આવીને ઉપજે, સનત્કુમારાદિ કલ્પથી આવીને નહીં.
ભગવન્! સૌધર્મકલ્પથી આવીને જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલો કાળ૦? જ્યોતિષ્ક ગમક માફક જાણવું. વિશેષ આ – સ્થિતિ, અનુબંધ જઘન્યથી પલ્યોપમ - ઉત્કૃષ્ટી બે સાગરોપમ. કાલાદેશથી અંતર્મુહૂર્ત્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષાધિક બે સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકો કહેવા. વિશેષ આ - સ્થિતિ અને કાલાદેશ જાણવો જોઈએ.
ભગવન્! ઈશાનદેવથી જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ રીતે ઈશાનદેવથી પણ નવ ગમકો કહેવા. માત્ર સ્થિતિ, અનુબંધ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટી સાતિરેક બે સાગરોપમ. બાકી પૂર્વવત્. - - ભગવન્! તે એમ જ છે (૨) યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit