Viyahapannatti 1275
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1275
- Language
- Gujarati
1275
વિવેચન :–૮૪૮
એવં - જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જઘન્ય સ્થિતિક ત્રણ ગમો છે. તેમજ તેના પણ ત્રણ ઔઘિક ગમો અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિપણાથી થાય છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોને બીજા છ ગમો ન સંભવે. હવે સંજ્ઞી મનુષ્ય આશ્રીને કહે છે – - X - અવગાહના અંગુલનો અસંખ્યેય ભાગ છે, સ્થિતિ - X - અંતર્મુહૂર્ત્ત છે. સંવેધ - નવે ગમોમાં જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો કહ્યો તેમ કહેવો. - X - સ્થિતિ પ્રમાણ જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. મધ્યમમાં જઘન્ય સ્થિતિક ત્રણ ગમમાં લબ્ધિ, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના ત્રણ ગમમાં કહી તેમ જ અહીં કહેવી - X - ઔઘિક ગમમાં જ અંગુલના અસંખ્યેય ભાગ રૂપ અવગાહના અને અંતર્મુહૂર્ત્તરૂપ સ્થિતિ કહી, તે અહીં ન કહેવી.
હવે ‘દેવ’થી તેનો અહીં ઉત્પાદ કહે છે. ‘છ સંઘયણ૦’ આદિ, અહીં યાવત્ શબ્દથી-અસ્થિ નહીં, શિરા નહીં, સ્નાયુ નહીં. સંઘયણ નહીં, જે ઈષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞ-મણામ પુદ્ગલો તે તેમને શરીર રૂપે૦ ઈત્યાદિ - X - X - ભવધારણીયની અવગાહના જેવી સૂક્ષ્મતા ઉત્તર વૈક્રિયની અવગાહનામાં હોતી નથી. જે ઉત્તર વૈક્રિય શરીર છે, તેમાં ઈચ્છાવશ સંસ્થાન રચાતા હોવાથી વિવિધ આકારવાળું કહ્યું છે.
જે અસુરકુમાર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય છે, તેમાં અપર્યાપ્તક અવસ્થામાં વિભંગના અભાવથી ત્રણ અજ્ઞાન ભજનાએ એમ કહ્યું. જહન્નેણં - અહીં ૧૦,૦૦૦ વર્ષ અસુરકુમારમાં, અંતર્મુહૂર્ત્ત પૃથ્વીકાયિકમાં જાણવા. - X - X - સંવેધકાળ ઉત્કૃષ્ટથી સ્થિતિ મુજબ જ જાણવો, કેમકે પૃથ્વીકાયથી ઉદ્વર્તીને અસુરકુમારમાં ઉત્પાદ ન થાય. સ્થિતિ વિશેષથી કહે છે – મધ્યમ ગમકમાં જઘન્યથી અસુરકુમારોની ૧૦,૦૦૦ વર્ષ, અંત્ય ગમકોમાં સાધિક સાગરોપમ.
જ્યોતિષ્ક દંડકમાં - અસંજ્ઞી ન ઉપજે, સંજ્ઞી પણ ઉત્પત્તિ સમયે જ સમ્યગ્દૃષ્ટિને મત્યાદિ ત્રણ જ્ઞાનો અને બીજાને મત્યજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનો હોય છે. - X - X - તારક દેવદેવીને આશ્રીને પલ્યોપમનો આઠમો ભાગ સ્થિતિ કહી છે. ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમ ચંદ્રને આશ્રીને છે.
વૈમાનિકથી ઉત્પાદાદિ બધું પૂર્વોક્તાનુસાર જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit